Homeગામનાં ચોરેહરિત ક્રાંતિના પિતા એમ.એસ. સ્વામીનાથનનું અવસાન, ખેતીમાં આપી ચુક્યા છે મહત્વનું યોગદાન

હરિત ક્રાંતિના પિતા એમ.એસ. સ્વામીનાથનનું અવસાન, ખેતીમાં આપી ચુક્યા છે મહત્વનું યોગદાન

Team Chabuk-National Desk: ભારતના હરિત ક્રાંતિના જનક એવા એમ.એ. સ્વામીનાથનનું (MS Swaminathan) આજ રોજ નિધન થયું છે. સ્વામીનાથને આજે 28 સપ્ટેમ્બરના રોજ 98 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. એમ.એસ સ્વામીનાથન જેમને લોકો પ્રેમથી ગ્રેન ગુરુથી લઈને SMS તરીકે પણ ઓળખતા હતા. તેમના અવસાનથી દેશને એક મોટી ખોટ પડી છે. સમગ્ર વિશ્વ તેમને ભારતમાં હરિયાળી ક્રાંતિના વાસ્તુકાર તરીકે ઓળખે છે. તેમણે દેશના દરેક સામાન્ય માણસ માટે ફાયદાનું કામ કર્યું. તેમણે દેશને અનાજમાં આત્મનિર્ભર બનાવ્યો. સ્વામીનાથન બિયારણના જિનોમ વિશે જેટલું સમજતા હતા, તેટલા જ તેઓ ખેડૂતોની જરૂરિયાતો વિશે પણ જાગૃત હતા.

એમ. એસ. સ્વામીનાથનને 1967માં ‘પદ્મશ્રી’, 1972માં ‘પદ્મ ભૂષણ’ અને 1989માં ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. સ્વામીનાથનની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ હતી. તેમને 84 વખત માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમને મળેલી 84 ડોક્ટરેટ ડિગ્રીઓમાંથી 24 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા એનાયત કરવામાં આવી હતી.

ms swaminathan

કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ‘ભારતમાં હરિત ક્રાંતિના પિતા’ પણ કહેવામાં આવે છે. 7 ઓગસ્ટ 1925 ના રોજ કુમ્બકોનમ, તમિલનાડુમાં જન્મેલા, એમએસ સ્વામીનાથન વનસ્પતિ આનુવંશિકશાસ્ત્રી હતા. તેમણે પંજાબની સ્થાનિક જાતો સાથે મેક્સીકન બીજનું મિશ્રણ કરીને 1966માં ઉચ્ચ ઉત્પાદકતાવાળા ઘઉંના સંકર બીજનો વિકાસ કર્યો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments