Team Chabuk-Gujarat Desk: પત્ની અને બાળકોની સંભાળ રાખવી એ પતિની ધાર્મિક અને કાનૂની ફરજ છે. એટલે ભરણપોષણ ભથ્થુ ચુકવવું જ પડશે. કર્ણાટક હાઈકોર્ટે એક કેસના સંદર્ભે આ વાક્યને ટાંક્યું હતું. જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતે એક હિંદુ પુરુષ (અરજીકર્તા)ની પત્ની અને પુત્રીને આપવામાં આવતા ભરણપોષણ ભથ્થાને ઘટાડવાની માંગ કરતી અરજીને ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું, હતું કે, “પતિ તેની પત્ની અને બાળકોની સંભાળ રાખવા માટે બંધાયેલા છે. આ એક ફરજ છે જે કાયદા અને ધર્મ બંને હેઠળ આવે છે.” આ કેસમાં વચગાળાના પગલા તરીકે, તેમની પત્નીને 3,000 રૂપિયા અને તેમની બે પુત્રીઓને રૂ. 2,500 એટલે કે રૂ. 5,000 માસિક ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
પતિના વકીલે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે પતિની મર્યાદિત આવક અને પત્નીના કથિત વર્તનને ધ્યાનમાં લઈને માસિક ભરણપોષણની રકમ રૂ. 8,000 નક્કી કરવાનો નિર્ણય ગેરવાજબી હતો. વકીલે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાડાના મકાનમાં રહેતા તેમના વૃદ્ધ માતા-પિતાને સંભાળવાની જવાબદારી પતિની છે.
કોર્ટે ભરણપોષણની રકમ ઘટાડવાનો ઇનકાર કર્યો હતો, નોંધ્યું હતું કે દર મહિને રૂ. 8,000ની રકમ આજના સમયમાં ભાગ્યે જ પૂરતી છે. ન્યાયાધીશે કહ્યું, “આવા મોંઘા દિવસોમાં, પત્ની અને બે સગીર દીકરીઓ માટે સામૂહિક ભરણપોષણ તરીકે 8,000 રૂપિયા આપવામાં આવે છે, જે સ્પષ્ટપણે શરીર અને આત્માને એકસાથે રાખવાનું એક સાધન છે. તે તેના કરતા ઘણી નાની રકમ છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત