Team Chabuk-National Desk: યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. નોઈડા પોલીસે એલ્વિશ સામે ફરિયાદ નોંધી છે. હાલમાં જ નોઈડા પોલીસે સેક્ટર 49માં રેડ કરી હતી. જેમાં પાંચ લોકોની અટકાયત કરાઈ હતી. એટલું જ નહીં દરોડા દરમિયાન પોલીસને 9 સાપ અને સાપનું ઝેર મળી આવ્યું હતું. જે સાપ પાંચ કોબ્રા, એક અજગર, બે લાંબી પૂંછડીવાળા સાપ અને એક ઘોડાની પૂંછડીવાળો સાપ મળી આવ્યો હતો.
આ દરોડા બાદ જ્યારે પોલીસે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો તેમાં એલ્વિશ યાદવનું નામ ખુલ્યું હતું. મળતી માહિતી મુજબ એલ્વિશ પર રેવ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ છે. આરોપ છે કે, એલ્વિશની આ પાર્ટીમાં પ્રતિબંધિત સાપ અને વિદેશી યુવતીઓ હતી. એટલે હવે તેનના વિરુદ્ધ દાણચોરીથી લઈને ગેરકાયદે રેવ પાર્ટીઓનું આયોજન કરાવવાનો આરોપ લાગ્યો છે.
FIRની કોપી મુજબ આરોપીઓમાં એલ્વિશ યાદવનું નામ પણ નોંધાયેલું છે. પીપલ ફોર એનિમલ્સમાં એનિમલ વેલફેર ઓફિસર તરીકે કામ કરતા ગૌરવ ગુપ્તાએ આ એફઆઈઆર નોંધાવી છે.
ગૌરવ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, નોઈડામાં આવી ગતિવિધિઓની માહિતી મળી રહી હતી. એવું પણ બહાર આવ્યું છે કે, યુટ્યુબર એલ્વિશ યાદવ કેટલાક લોકો સાથે નોઈડા-એનસીઆરના ફાર્મ હાઉસમાં સાપના ઝેર અને જીવંત સાપ સાથે વીડિયો શૂટ કરે છે. આ સાથે ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાની પણ માહિતી મળી હતી.
આ માહિતીના આધારે એક બાતમીદારે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો હતો. આવી વાત કરતાં એલવીશે રાહુલ નામના એજન્ટનો નંબર આપ્યો અને કહ્યું કે, તમે તેને નામથી ફોન કરશો તો વાતચીત થઈ જશે. આ પછી બાતમીદારે રાહુલનો સંપર્ક કર્યો અને તેને પાર્ટીનું આયોજન કરવા આમંત્રણ આપ્યું. ફરિયાદીએ વન વિભાગના અધિકારીઓ અને પોલીસને જાણ કરી હતી. 2 નવેમ્બરના રોજ આરોપી સાપ લઈને સેવરોન બેન્ક્વેટ હોલમાં પહોંચ્યો હતો. દરમિયાન વન વિભાગની ટીમે પોલીસની મદદથી આરોપીને પકડી લીધો હતો.
પોલીસે જણાવ્યું કે, તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશ યાદવ સહિત છ નામના અને કેટલાક અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ગેંગ સાથે એલ્વિશ યાદવની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત