Homeદે ઘુમા કેભારતની હાર બાદ સિરાજના આંસુ ન રોકાયા, રોહિતની આંખો પણ ભીની થઈ,...

ભારતની હાર બાદ સિરાજના આંસુ ન રોકાયા, રોહિતની આંખો પણ ભીની થઈ, ઈમોશનલ VIDEO વાયરલ

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને છ વિકેટે હરાવ્યું. આ સાથે જ ટીમ ઈન્ડિયા સહિત 140 કરોડ દેશવાસીઓનું સપનું ફરી એકવખત તૂટી ગયું. ટાઈટલ મેચમાં રોહિત શર્મા અને ટીમ ઓસ્ટ્રેલિયાઈ બોલર્સ સામે ધરાશાઈ થઈ ગયા. એટલે કે, દશેરાએ જ ટીમનું ઘોડુ ન દોડ્યું. સતત 10 મેચ જીતીને ફાઈનલની ટિકિટ બુક કરનારી ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ વગર જ રહેવું પડ્યું.

ભારતીય ટીમની હાર બાદ ટીમ અને ફેન્સ નિરાશ જોવા મળ્યા. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પોતાના આંસુ રોકી શક્યો ન હતો. સિરાજ ગ્રાઉન્ડ પર જ રડવા લાગ્યો હતો. જેને જસપ્રીત બુમરાહ અને સાથી ખેલાડીઓએ સાંત્વના આપી હતી. મોહમ્મદ સિરાજની ઓવરના છેલ્લા બોલ પર ગ્લેન મેક્સવેલ દોડ્યો હતો અને બે રન લઈને ઓસ્ટ્રેલિયાને યાદગાર જીત અપાવી. ત્યાર પછી સિરાજની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા હતા.

જે બાદ બુમરાહ, વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, કુલદીપ યાદવ સહિતના ખેલાડીઓએ તેને સાંત્વના આપવા આવ્યા હતા. સિરાજનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફાઇનલમાં સિરાજે 7 ઓવરમાં 45 રન આપીને એક વિકેટ લીધી હતી.

આ તરફ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ઘણા ઈમોશનલ થઈ ગયા હતા. મેચ બાદ રોહિત આંખોમાં આંસુ સાથે મેદાનની બહાર આવ્યો, જ્યારે વિરાટ કોહલી પણ પોતાની કેપ વડે મોં છુપાવતો જોવા મળ્યો હતો. પત્ની અનુષ્કા શર્મા વિરાટ કોહલીને હાર બાદ ગળે લગાવીને સાંત્વના આપતી જોવા મળી હતી.

IND vs AUS World Cup 2023 Finel

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments