Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીના પુત્ર જેણે તેની 26 વર્ષની ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહને થાણેની એક હોટલ પાસે કાર વડે કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તેણે તેની આપવીતી વર્ણવી છે. આ સાથે તેણે સોશિયલ મીડિયા દ્વારા ન્યાયની અપીલ કરી છે. તેણીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “મારા બોયફ્રેન્ડએ મને કારથી કચડી અને મને મરવા માટે રસ્તા પર છોડી દિધી.” કાર દ્વારા કચડીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાની તસવીરો પીડિત યુવતીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
પ્રિયા સિંહ પર હુમલો કરવાનો અને મુંબઇના થાણેમાં કાર ચઢાવીને મારી નાખવાના પ્રયાસમાં ઝડપાયેલા પ્રેમીએ કહ્યું કે પ્રિયા મારી ખાલી મિત્ર હતી અને તે હોટલમાં નશામાં ધૂત થઈને આવી હતી અને મને મળવાનું દબાણ કરવા લાગી હતી જ્યારે મેં ના પાડી ત્યારે તેણે હોબાળો મચાવ્યો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના અધિકારીના પુત્ર અશ્વજીત ગાયકવાડે આવા ખુલાસા કર્યાં છે.
શરુઆતની પૂછપરછમાં અશ્વજીત ગાયકવાડે પોલીસ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. અશ્વજીતે કહ્યું હતું કે પ્રિયા સિંહે જે આરોપ લગાવ્યા છે તે ખોટા છે. અમે માત્ર ફ્રેન્ડ છીએ તેણે કહ્યું કે પ્રિયા દારુ પીને ત્યાં આવી હતી અને મને હોટલમાં એકલા મળવાનું દબાણ કરવા લાગી હતી જ્યારે મેં ના પાડી ત્યારે તે મને ગાળો બોલવા લાગી હતી.
અશ્વજીતે પોલીસને વધુમાં જણાવ્યું હતું કે આ દરમિયાન જ્યારે મારા મિત્રોએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રિયાએ તેમને માર પણ માર્યો હતો. તેણે કહ્યું કે પ્રિયા પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ ઈરાદાપૂર્વક નહોતો કરવામાં આવ્યો. અશ્વજીતે આરોપ લગાવ્યો કે આ તેમની પાસેથી પૈસા પડાવવાની રીત સિવાય બીજું કશું જ નથી. મેં તેને ભૂતકાળમાં પણ પૈસા આપ્યા છે, જેના માટે મારી પાસે તમામ રેકોર્ડ છે.
આ હૃદયદ્રાવક ઘટના થાણે જિલ્લાના ઘોડબંદર વિસ્તારના ઓવાલા રોડ પર બની હતી. પ્રિયાને પેટ, પીઠ, હાથ અને જમણા પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રિયા સિંહે એ પણ વર્ણન કર્યું કે કેવી રીતે અશ્વજીત અને તેના મિત્રોએ તેની સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરી, કેવી રીતે તેણે તેને 11 ડિસેમ્બરે સવારે 3 વાગ્યાની આસપાસ કોર્ટયાર્ડ હોટેલમાં આમંત્રણ આપ્યું. ત્યાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી.
અશ્વજીતે તેને માર માર્યો અને ત્યારબાદ તેના મિત્રો રોમિલ, પ્રસાદ અને શેલ્કે પણ હુમલામાં જોડાયા. પરિસ્થિતિ વધુ વણસી અને તે એસયુવીમાંથી તેની બેગ અને મોબાઈલ લેવા ગઈ, પરંતુ યુવકે કથિત રીતે તેને ડિવાઈડર પાસે ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. તેઓએ યુવતી પર એસયુવી ચલાવી અને અંધારામાં ઝડપથી ભાગી ગયા.
ડ્રાઈવરે જીવ બચાવ્યો
આ તમામ મામલે SUV ડ્રાઈવર શિવાએ માનવતા દાખવતા લોહીથી લથબથ પ્રિયા સિંહની મદદ માટે આવીને તેના પરિવારને પણ હુમલાની જાણ કરી હતી. બાદમાં તેણે થાણે પોલીસને આખી વાત કહી. મુખ્ય આરોપી અશ્વજીત અને તેના મિત્રોએ કથિત રીતે મહિલાને પોલીસમાં ન કહેવા ચેતવણી આપી હતી અને એવો દાવો પણ કર્યો હતો કે તેઓ ગાયકવાડ પરિવારના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત