Team Chabuk-Gujarat Desk: પોલીસમાં જવા ઈચ્છતા ઉમેદવારો માટે ખુશખબર છે. આગામી સમયમાં પોલીસબેડામાં મોટી ભરતી આવી રહી છે. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપાઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મગાવવામાં આવશે.
https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ભરતી અંગેની મૂકવામાં આવનારી સૂચનાઓમાં દર્શાવવામાં આવશે, જે જોઇ લેવાની રહેશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ (જાહેરાત)અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાઓ (જાહેરાત) કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરનાર અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
લોકરક્ષક તથા પીએસઆઇ ભરતી ની જાહેરાત.. pic.twitter.com/f2I8etHTrV
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 12, 2024
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી એની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે એ રજૂ કરવાની રહેશે.
ઉમેદવારે ઉપર જણાવેલી જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
મહત્વનું છે કે, ગત ફેબ્રુઆરીમાં લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. એમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. એને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં. પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો MCQ ટેસ્ટ આપી શકશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત