Team Chabuk-Sports Desk: આંતરરાષ્ટ્રીય મેચમાં બેટ પડતું મકી ખેલાડીઓએ નમાઝ પડી. ત્યારબાદ રોઝાનો ઉપવાસ પણ છોડ્યો. ગ્રાઉન્ડ પરનો ઈફ્તાર કરતા ક્રિકેટરોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ (AFG vs IRE) વચ્ચેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાને આ મેચ 117 રને જીતીને શ્રેણી 2-0થી કબજે કરી હતી. શ્રેણીની બીજી વનડે મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ત્રીજી વનડેમાં જ્યારે અફઘાનિસ્તાનના બેટ્સમેન હશમતુલ્લાહ શાહિદી અને મોહમ્મદ નબી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે મેદાન પર અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા.
અમ્પાયરે લાઈવ મેચને થોડીવાર માટે અટકાવી હતી તો કોઈને સમજ ન પડી કે રમત કેમ બંધ કરવામાં આવી. જે બાદ તરત જ બેટિંગ કરી રહેલા શાહિદી અને નબીએ પોતાનું બેટ અને ગ્લોવ્ઝ કાઢીને જમીન પર બેસી ગયા. આ પછી નબીએ પહેલા નમાઝ અદા કરી અને પછી ખજૂર ખાઈને ઉપવાસ તોડ્યો. શાહિદી પણ ઘૂંટણિયે બેસીને ઉપવાસ તોડતો દેખાયો હતો.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જ્યારે અફઘાનિસ્તાનના બંને બેટ્સમેનો મેદાન પર ઉપવાસ તોડી રહ્યા હતા, તે જ સમયે તેમના સાથી ખેલાડીઓ અફઘાનિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં એકસાથે ઉપવાસ તોડતા જોવા મળ્યા હતા.
— Cric guy (@Cricguy88) March 13, 2024
મહત્વનું છે કે, પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. આ સમયે મુસ્લિમ સમુદાયના લોકો સવારે ઉઠીને સેહરી ખાય છે. જ્યારે તેઓ કંઈપણ ખાધા-પીધા વગર દિવસભર ઉપવાસ રાખે છે. સાંજે એટલે કે સૂર્યાસ્ત પછી તેઓ ઈફ્તાર કરે છે એટલે કે તેમની દિનચર્યા તોડે છે. તે સેહરી અને ઇફતાર માટે નિર્ધારિત સમયે કરવામાં આવે છે.
ત્રીજી વનડેમાં અફઘાનિસ્તાને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીના 69 રન અને રહેમાનુલ્લાહ ગુરબાઝના 51 રનની મદદથી 9 વિકેટે 236 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ 48 રનની ઇનિંગ રમી હતી. 237 રનના ટાર્ગેટ માટે ઉતરેલી આયરિશ ટીમ 35 ઓવરમાં 115 રનમાં સમેટાઈ ગઈ હતી.આયર્લેન્ડ તરફથી કેપ્ટન પોલ સ્ટર્લિંગે 50 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નબીએ 5 વિકેટ લીધી હતી જ્યારે નાંગ્યાલ ખરોતીએ 4 વિકેટ ઝડપી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત