Homeગામનાં ચોરેરશિયાઃ મોસ્કોમાં આતંકી હુમલામાં 70 લોકોના મોત, 115 લોકો ઘાયલ

રશિયાઃ મોસ્કોમાં આતંકી હુમલામાં 70 લોકોના મોત, 115 લોકો ઘાયલ

Team Chabuk-National Desk: રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં પાંચ બંદૂકધારીઓએ ટોળા પર ગોળીબાર કરતાં 70 લોકોનાં મોત થયા છે જ્યારે 115 લોકો ઘાયલ થયા છે. રશિયાના આરોગ્ય મંત્રાલયના વડા મુરાશ્કોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ કરાયેલા 115 લોકોમાંથી 60ની હાલત ગંભીર છે.

પ્રખ્યાત રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં ભીડ એકઠી થઈ હતી ત્યારે આ હુમલો થયો હતો. આ હોલમાં 6 હજારથી વધુ લોકો બેસી શકે છે. જે દરમિયાન પાંચ માણસો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્થિતિને કાબુમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે આતંકીઓને પહોંચી વળવા માટે પોતાનું ઓપરેશન પણ શરૂ કરી દીધું હતું. આ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ કરવામાં આવી હતી. 50થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 5 હુમલાખોરોમાંથી એકને પકડવામાં આવ્યો છે. રશિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં અજાણ્યા શખ્સો ક્રોકસ સિટી હોલમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, હોલમાં ફાયરિંગ બાદ ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.

terror Attack

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments