Homeદે ઘુમા કેIPL 2024: એક નહીં બે ખેલાડીઓએ પકડ્યો કોહલીનો કેચ, જુઓ વીડિયો

IPL 2024: એક નહીં બે ખેલાડીઓએ પકડ્યો કોહલીનો કેચ, જુઓ વીડિયો

Team Chabuk-Sports Desk: IPL 2024ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ. જેમાં ચેન્નાઈએ વિજયી શરૂઆત કરી. ચેપોકમાં રમાયેલી મેચમાં RCBએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે તેમને શાનદાર શરૂઆત અપાવી, પરંતુ ધીમે-ધીમે ટીમે વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું, જેમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ હતો.

મેચમાં રચિન રવિન્દ્ર અને રહાણેએ કોહલીનો અદભૂત કેચ પકડ્યો હતો. લેગ સાઇડમાં, ચેન્નાઈના અજિંક્ય રહાણેએ પોતાની સમજથી આરસીબીના વિરાટ કોહલીને પેવેલિયનમાં મોકલવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આ કેચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપક ચહરના બોલ પર વિરાટ કોહલી બેટને લેગ સાઇડ તરફ જોરથી સ્વિંગ કરે છે, પરંતુ બેટ અને બોલનો જેવો જોઈએ તેવો સંપર્ક થયો નહીં. બોલને બાઉન્ડ્રી તરફ જતો જોઈને અજિંક્ય રહાણે દોડે છે અને સ્લાઈડ કરતી વખતે કેચ પકડે છે, પરંતુ સ્લાઈડ કરતી વખતે તે બાઉન્ડ્રી લાઈનની નજીક જવા લાગે છે. આ જોઈને તેણે નજીકમાં ઉભેલા રચિન રવિન્દ્ર તરફ બોલ ફેંક્યો હતો. રચિને બોલને પકડીને કેચ પૂરો કર્યો હતો.

IPL 2024ની પ્રથમ મેચમાં CSK સામે 6 રન બનાવીને વિરાટ કોહલીએ તેની T20 કારકિર્દીના 12,000 રન પૂરા કરી લીધા છે. વિરાટે તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધી 377 મેચ રમી છે, જેમાં તેણે 359 ઇનિંગ્સમાં 12,000થી વધુ રન પૂરા કર્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 41.21 રહી છે. આ લાંબી કારકિર્દીમાં તેણે 8 સદી અને 91 અડધી સદી સામેલ છે.

CSK

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments