Team Chabuk-National Desk: 1 જુલાઈના દિવસે સવાર સવારમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગેસ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 1 જુલાઈનો સૂરજ ઉગતાં જ ગેસના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. આજે તારીખ 1 જુલાઈથી ગેસ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
1 જુલાઈથી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. જો કે આ રાહત કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરમાં આપવામાં આવી છે. તેથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી. ગેસ સિલિન્ડરના ઘટેલા આ ભાવનો લાભ જે લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેમને એટલે કે રેસ્ટોરન્ટ ચાલક, ઢાબા ચાલક, કેટરર્સ સંચાલક જેવા લોકોને થશે. તેમને હવે 30 રૂપિયા સસ્તો બાટલો મળશે.

1 જુલાઈ 2024થી 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 3થી 31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આ બાટલાની કિમત 30 રૂપિયા તો કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં 31 રૂપિયા ઘટી છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1676 ની જગ્યાએ 1646 રૂપિયાનો મળશે. જ્યારે કોલકાતામાં 1756 રૂપિયામાં, ચેન્નાઈમાં 1809.50 રૂપિયામાં અને મુંબઈમાં 1598 રૂપિયામાં મળશે. એ જ રીતે પટણામાં કોમર્શિયલ સિલિન્ડર 1915.5 રૂપિયા, અમદાવાદમાં 1665 રૂપિયામાં મળશે.
જો 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કોઈ રાહત આપવામાં આવી નથી. ત્યારે આમ જનતા ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રાહત મળે તેની રાહ જોઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત