Homeગામનાં ચોરેજનસંખ્યા વધારવા આ દેશનો નવો પ્લાન, 'સેકસ મંત્રાલય'ની રચના કરવા વિચાર

જનસંખ્યા વધારવા આ દેશનો નવો પ્લાન, ‘સેકસ મંત્રાલય’ની રચના કરવા વિચાર

Team Chabuk-International Desk: રશિયા તેના દેશના ઘટી રહેલા જન્મ દરને પહોંચી વળવા માટે અનોખી પદ્ધતિઓ અજમાવી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર, રશિયા આ દિશામાં ‘સેક્સ મંત્રાલય’ સ્થાપિત કરવા પર વિચાર કરી રહ્યું છે. આ પહેલ રશિયન સત્તાધિશો દ્વારા દેશની વસ્તીમાં આવી રહેલા ઘટાડાને ઓછો કરવાના પ્રયાસનો એક ભાગ છે.

રશિયા દેશના ઘટી રહેલા જન્મ દરને પહોંચી વળવા માટે ‘સેક્સ મંત્રાલય’ સ્થાપવા માટે વિચારી રહ્યું છે. રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિનની વફાદાર અને રશિયન સંસદની ફેમિલી પ્રોટેક્શન, ફાધરહુડ, મધરહુડ એન્ડ ચાઈલ્ડહુડ કમિટીના અધ્યક્ષ 68 વર્ષિય નીના ઓસ્તાનિના, આ મંત્રાલયની હિમાયત કરતી અરજીની સમીક્ષા કરી રહી છે.

આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે રશિયન અધિકારીઓ દેશના વસ્તી વિષયક ઘટાડાને રોકવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૂચનાઓ પર રણનીતિ પર કામ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દેશમાં ભારે જાનહાનિ થઈ છે.

રશિયન અધિકારીઓએ દેશની વસ્તી વધારવા માટે અનેક દરખાસ્તો રજૂ કરી છે. એક દરખાસ્તમાં લોકોને રાત્રે 10 વાગ્યાથી સવારના 2 વાગ્યાની વચ્ચે તેમના ઘરની લાઇટ અને ઈન્ટરનેટ બંધ કરવા અને બાળકો પેદા કરવા માટે સેક્સ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અન્ય એક પ્રસ્તાવમાં રાજ્યને સૂચન કરાયુ છે કે ઘરે રહી બાળકોનું લાલન પાલન કરતી મહિલાઓને તેમના ઘરેલુ કામ માટે ચૂકવણી કરવા માટે કહેવાયુ છે જે તેમના પેન્સનની ગણતરીમાં સામેલ કરાશે. અને બાળકોને ઉછેરવા માટે કહેવામાં આવ્યું હતું, જે તેમના પેન્શનની ગણતરીમાં પણ સામેલ કરવામાં આવશે. અન્ય પ્રસ્તાવમાં કહેવાયુ છે કે રાજ્ય દ્વારા યુગલોને તેમની પ્રથમ ડેટ માટે 5,000 રુબેલ્સ ($51.06) સુધીની ચૂકવણી કરવા માટે કહેવામાં આવ્યું છે.

ગર્ભધારણને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં લગ્નની રાત્રે હોટેલમાં રોકાણ માટે 26,300 રુબલ સુધીનું જાહેર ભંડોળ સૂચવવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલાક પ્રદેશો તેમની પોતાની વ્યૂહરચના અમલમાં મુકી રહ્યા છે. ખાબોરોવ્સ્કમાં, 18થી 23 વર્ષની વયની યુવતીઓને બાળક હોય તો તેઓ 900 બ્રિટિશ પાઉન્ડ મેળવી શકે છે. જ્યારે ચેલ્યાબિન્સ્કમાં, પ્રથમ બાળકના જન્મ માટે 8,500 બ્રિટિશ પાઉન્ડનું ઇનામ આપવામાં આવે છે.

ડેપ્યુટી મેયર અને પુતિન સમર્થક અનાસ્તાસિયા રાકોવાએ જન્મ દર વધારવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એક વિશેષ પરીક્ષણ વિશે વાત કરી જે સ્ત્રીની પ્રજનન ક્ષમતા નિર્ધારીત કરવામાં મદદ કરે છે. તેમણે મહિલાઓને બાળકો પેદા કરવાને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.

Russia sex ministory

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments