Homeગામનાં ચોરેપૂર્વ ભારતીય ક્રિકેટરનો દીકરો સેક્સ ચેન્જ કરીને છોકરી બની ગયો, હવે દેખાય...

પૂર્વ ભારતીય ક્રિકેટરનો દીકરો સેક્સ ચેન્જ કરીને છોકરી બની ગયો, હવે દેખાય છે આવો

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને બેટિંગ કોચ સંજય બાંગરના દીકરા આર્યને પોતાનું સેક્સ ચેન્જ કરાવી લીધું છે. આર્યન હવે અનાયા તરીકે ઓળખાશે. હોર્મોનલ ટ્રાન્સફોર્મેશનની જર્ની સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તો વળી આર્યને પોતાનું નામ બદલીને અનાયા રાખી લીધું છે. આર્યનથી અનાયા બન્યા બાદ સંજય બાંગરના દીકરાએ પોતાની છોકરીવાળો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આર્યનમાંથી અનાયા બનેલા સંજય બાંગરનો દીકરો પણ ક્રિકેટર છે અને તે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે અને ત્યાં જ ક્રિકેટ રમે છે. જોકે હજુ સુધી તેણે કોઈ મોટા મંચ પર મોકો મળ્યો નથી. તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ડાબેરી બેટ્સમેન છે. જોકે ટ્રાન્સફોર્મેશન બાદ તેના ક્રિકેટ કરિયર પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેના વિશે લખ્યું છે. શરીરમાં બદલાવ અને ટ્રાન્સ વુમનના ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાને લઈને નિયમ કાયદા ન હોવાનું તેની પાછળ કારણ ગણાવ્યાં છે.

23 ઓગસ્ટના રોજ આર્યનમાંથી અનાયા બનેલા સંજય બાંગરના દીકરાએ ટ્રાન્સફોર્મેશન બાદ ક્રિકેટ છોડવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું હતું કે, તે પણ પોતાના પિતાની માફક દેશનું પ્રતિનિધિત્વ કરવા માગતો હતો. દેશનું પ્રતિનિધિત્વ કરતા અને કોચિંગ કરતા જોઈ શકાય. હું તેમના પદચિન્હો પર ચાલવાના સપના જોવાના શરૂ કરી દીધા. રમત પ્રત્યે તેમનું જુનૂન, અનુશાસન અને સમર્પણ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયક હતું. ક્રિકેટ મારો પ્યાર, મારી મહત્વાકાંક્ષા અને મારુ ભવિષ્ય બની ગયું. મેં મારુ સંપૂર્ણ જીવન મારા કૌશલને નિખારવામાં વિતાવ્યું. આશા હતી કે એક દિવસ મને પણ તેમની જેમ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે.

તેણે આગળ લખ્યું કે, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે, મને આ રમત છોડવી પડશે, જે મારુ જુનૂન અને મારો પ્રેમ રહ્યો છે. પણ અહીં હું એક દર્દનાક વાસ્તવિકતાનો સામનો કરી રહી છું. હાર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી કરાવીને એક ટ્રાન્સ મહિલા બન્યા બાદ મારા શરીરમાં ખૂબ જ બદલાવ આવ્યા છે. હું મારી માંસપેશિઓ, તાકાત, માંસપેશિઓની યાદશક્તિ અને એથલેટિક ક્ષમતાઓને ખોઈ રહી છું, જેના પર હું ક્યારેક નિર્ભર હતી. જે રમત સાથે હું આટલો લાંબા સમયથી પ્રેમ કરતી હતી, તે હવે મારાથી દૂર થતું જાય છે.

Anaya bangar

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments