Team Chabuk-National Desk: સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. દિવસે દિવસે સોનાના ભાવ (Gold Rate) વધી રહ્યા છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાથી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓને કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. 22 કેરેટ સોનાની કિંમત 80,000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આજે 12 ફેબ્રુઆરી ને બુધવારે સોનું મોંઘુ થઈ ગયું છે. 24 અને 22 કેરેટ સોનાની કિંમતમાં 400 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટા ભાગના મોટા શહેરોમાં 10 ગ્રામ સોનાની કિંમત 87,400 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનામાં લગભગ 300 રૂપિયાનો વધારો થયો છે. અહીં કિંમત 87,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનું 80,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 87,390 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 80,2110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. અહીં જાણો 12 ફેબ્રુઆરી 2025ના રોજ દેશના 4 મોટા શહેરોમાં સોનાની કિંમત.

આ સિવાય ડોલરની મજબૂતાઈ અને ભારતીય રૂપિયાની નબળાઈ પણ સોનાના ભાવ પર અસર કરી રહી છે. જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે ભારતમાં સોનાની આયાત મોંઘી થઈ જાય છે. તેનાથી સોનાના ભાવમાં વધારો થાય છે. ઉપરાંત, ફુગાવો અને વ્યાજ દરોમાં ફેરફારની અપેક્ષાઓને લીધે, રોકાણકારો સોનાને સલામત વિકલ્પ માને છે, જે તેના ભાવમાં વધુ વધારો કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત