Team Chabuk-National Desk: ભારતીય રિઝર્વ બેંકે આજે 7 ફેબ્રુઆરીએ રેપોરેટમાં (reporate) ઘટાડો કર્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા સવારે 10 વાગ્યે બેઠકના પરિણામો જાહેર કર્યા છે. બજેટ પછી યોજાનારી આ બેઠક ખૂબ જ ખાસ માનવામાં આવી રહી હતી. આરબીઆઈએ રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. પાંચ વર્ષ બાદ આરબીઆઈએ રેપોરેટ ઘટાડ્યો છે. જેથી રેપોરેટ 6.50 થી ઘટીને 6.25 ટકા થઈ ગયો છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડાથી સામાન્ય માણસને મોટી રાહત મળી છે. રેપોરેટ ઘટતા હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની રિટેલ લોન પરના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. મોટાભાગની બેંકોની લોન હાલમાં રેપો રેટ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. તેથી, આમાં ઘટાડાની સીધી અસર આ લોનના વ્યાજ દરો પર પડશે અને માસિક EMI પણ ઘટશે.

હોમ લોન પર શું અસર પડશે ?
જો તમારી પાસે હોમલોન છે અને વ્યાજ દર 8.50 ટકા છે, તો રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા પછી, તમારો વ્યાજ દર 8.25 ટકા થશે. ધારો કે તમે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, તો 8.50 ટકાના દરે EMI દર મહિને 43,391 રૂપિયા થવાનો હતો. આ રીતે તમે કુલ 54,13,879 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવ્યા હોત. પરંતુ, વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો થયા પછી, તમારી EMI ઘટીને રૂ. 42,603 થઈ જશે. આ રીતે, કુલ વ્યાજ પણ ઘટીને રૂ. 52,24,788 થશે અને તમને રૂપિયા 1,89,091 નો ફાયદો મળશે. એવી જ રીતે જો તમે 20 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લીધી હશે તો હાલ 17356 રૂપિયા હપ્તો આવતો હશે પરંતુ રેપોરેટ ઘટતા હવે આ હપ્તો 17041 રૂપિયા જ આવશે. આમ હોમલોનનો હપ્તો ઘટી જશે.
કાર લોન પર ફાયદો
SBI કાર લોનનો વ્યાજ દર 9.10 ટકાથી શરૂ થાય છે. ધારો કે તમે 9.10 ટકાના દરે 5 વર્ષ માટે 10 લાખ રૂપિયાની કાર લોન લીધી છે, તો તમારે દર મહિને 20,807 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. આ રીતે, તમારે કુલ 2,48,415 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે. પરંતુ, જો વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો લાગૂ કરીને ગણવામામાં આવે તો 8.85 ના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ રીતે, તમારો EMI ઘટીને રૂ. 20,686 થઈ જશે અને તમારે કુલ વ્યાજ રૂ. 2,41,138 થશે. તેથી, તમે લગભગ 7,277 રૂપિયા બચાવશો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત