Team Chabuk-National Desk: ઈન્દોરનું નવપરિણીત કપલ રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી 11 મેના રોજ લગ્ન બાદ હનીમૂન માટે અસમ અને ત્યારબાદ મેઘાલયના શિલોંગ ગયા હતા. 17 દિવસ પહેલા રાજાની હત્યા બાદ સોનમ રહસ્યમય રીતે ગૂમ થઈ ગઈ હતી. આખરે આ સોનમની ભાળ મળી ગઈ છે. સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક ઢાબા પર મળી આવી છે. રાજાની હત્યા બાદ સોનમ ગુમ થતાં પરિવારને તેની પણ હત્યા થઈ ગઈ હોવાનું લાગી રહ્યું હતું. પરંતુ સોનમ મળી જતાં પરિવારે રાહતના શ્વાસ લીધા છે. જો કે સોનમ મળી આવતાં તેની પાછળ એક બીજો ચોંકાવનારો ખુલોસો પણ થયો છે કારણ કે પોલીસે કહ્યું કે છે કે સોનમે જ પતિ રાજાની હત્યા કરાવી છે. આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
પરિવાર સોનમને પાછી લાવવા માટે ગાઝીપુર રવાના થયો છે. આ બધા વચ્ચે એક એવી પણ જાણકારી સામે આવી છે કે સોનમને ગાઝીપુર પોલીસે મેઘાલય પોલીસ સાથે વાતચીત બાદ ધરપકડ કરી લીધી છે. સોનમ રઘુવંશી હાલ તેના પતિની હત્યાનો પણ આરોપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. સોનમ પતિ સાથે હનીમૂન માટે શિલોંગ ગઈ હતી. પરંતુ પછી બંને ગૂમ થઈ ગયા હતા. જ્યારે 2 જૂનના રોજ રાજાની લાશ મળી હતી.
પીટીઆઈ મુજબ મેઘાલય પોલીસે જણાવ્યું કે, ઈન્દોરના વ્યક્તિની હત્યાના આરોપમાં પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરાઈ છે. ડીજીપી આઈ નોંગ્રાગ મુજબ મેઘાલયમાં હનીમૂન દરમિયાન ઈન્દોરના વ્યક્તિની હત્યામાં પત્ની કથિત રીતે સામેલ હતી. તેણે ભાડાના હત્યારા બોલાવ્યા હતા.

સોનમ અને તેનો પતિ રાજા રઘુવંશી જે ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી હતા તેઓ 11 મે 2025ના રોજ લગ્ન બાદ હનીમૂન પર ગયા હતા. 20મી મેના રોજ મેઘાલય પહોંચ્યા. આ કપલનો છેલ્લે 23મી મેના રોજ પરિવાર સાથે છેલ્લીવાર સંપર્ક થયો. ત્યારબાદ બંનેનો ફોન બંધ થઈ ગયો હતો. તેમણે ભાડે લીધેલું એક્ટિવા સ્કૂટી સોહરારિમમાં લાવારિસ હાલતમાં મળી આવ્યું હતું. 2 જૂનના રોજ વેઈ સોડોંગ ઝરણા પાસે એક ઊંડી ખાઈમાં રાજાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે હત્યાનો કેસ નોંધ્યો હતો. પરંતુ સોનમનો કોઈ અતોપત્તો મળતો નહતો. જેથી પરિવારને તેનું અપહરણ અને તસ્કરી સુદ્ધાની આશંકા થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત