Homeગામનાં ચોરેરાહતના સમાચાર: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો

રાહતના સમાચાર: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો

Team Chabuk-National Desk: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1 ઓગસ્ટથી નવા ભાવ અમલમાં રહેશે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1631.50 રૂપિયા થશે. 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કંપનીઓના આ નિર્ણયથી રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકોને રાહત મળશે. જ્યારે, દેશના સામાન્ય ગ્રાહકોને આ વખતે પણ કોઈ રાહત મળશે નહીં અને તેમને પહેલાની જેમ જ 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડર જૂના ભાવે ખરીદવા પડશે.

14.2 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 853.00 રૂપિયા, કોલકાતામાં 879.00રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં ઘરોમાં વપરાતા ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારથી, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

LPG

આ નવા ઘટાડા પછી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1769.00 રૂપિયાથી ઘટીને 1735.50 રૂપિયા, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 1616.50 રૂપિયાથી ઘટીને 1583.00 રૂપિયા અને તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 1823.50 રૂપિયાથી ઘટીને 1790 રૂપિયા થઈ જશે. તમને જણાવી દઈએ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ વર્ષે 8 માંથી 7 વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે, જ્યારે માર્ચમાં એક વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વખતે, માર્ચ પછી સતત 5મી વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments