Team Chabuk-National Desk: સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ લોકો માટે સારા સમાચાર આવ્યા છે. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જો કે આ વખતે પણ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. તાજેતરના ભાવ બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 1580 રૂપિયા થયો છે. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ ભાવમાં ઘટાડો થયો હતો. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. નવા ભાવ આજથી લાગૂ થઈ ગયા છે.

IOCLની વેબસાઈટ પર અપડેટ કરાયેલા નવા ભાવ મુજબ દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1631.50 થી ઘટીને 1580 રૂપિયા થયો છે. જ્યારે કોલકાતામાં 1734.50 રૂપિયાનો સિલિન્ડર હવે 1684 રૂપિયામાં મળશે. મુંબઈમાં પણ 1582.50 રૂપિયાનો સિલિન્ડર હવે 1531.50 રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં એક સિલેન્ડરનો ભાવ 1789 રૂપિયાથી ઘટીને 1738 રૂપિયા થયો છે. 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અગાઉ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ભાવમાં 33.50 રૂપિયા ઘટ્યા હતા. તે પહેલા 1 જુલાઈના રોજ પણ 58 રૂપિયા ઘટાડો જોવા મળ્યો હતો.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે 14 કિલોવાળા ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લે 14 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં 8 એપ્રિલના રોજ ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ ભાવ બદલાયા નથી. હાલ દિલ્હીમાં તે 853 રૂપિયામાં, કોલકાતામાં 879 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત