મેક્સિકોની રાજધાની ન્યૂ મેક્સિકોમાં ખોદકામ દરમિયાન ખોપરીઓનો ઢગલો મળ્યો છે. આ ખોપરીઓ 500 વર્ષ જૂની હોવાનો દાવો કરાયો છે. જો કે, જ્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે પ્રથમ દ્રષ્ટીએ એવું લાગ્યું કે, આ એ વ્યક્તિઓની ખોપરીઓ છે જે લોકોનું અપહરણ થયા બાદ તેમની હત્યા કરી દેવાઈ હોય. કેમ કે, દર વર્ષે મેક્સિકોમાંથી હજારો લોકો ગાયબ જઈ જાય છે જેમાંથી કેટલાકના આવશેષો મળે છે તો કેટલાક લોકોનો કોઈ અતોપતો લાગતો નથી.
મેક્સિકોમાં સરકારે નવી પહેલ શરૂ કરી છે. અહીં લાપતા લોકોની પહેલીવાર ગંભીરતાથી શોધખોળ હાથ ધરાઈ છે. સરકારી એજન્સી નેશનલ સર્ચ કમિશને આ કાર્યવાહી હાથ ધરી છે. કાર્લા ક્વીંટન નામની મહિલા આ કમિશનની કમાન સંભાળી રહી છે. તેમના નેતૃત્વમાં અત્યાર સુધીમાં કમિશન 1600થી વધુ કબર ખોદી ચુક્યું છે.
આ પહેલાં આવું ક્યારેય નથી થયું કારણ કે મેક્સિકોમાં અપરાધી સંગઠનો એટલા મજબૂત છે કે, પોલીસ પણ આ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી શકતી. મેક્સિકોમાંથી દર વર્ષે હજારો લોકો ગાયબ થઈ જાય છે. અહીં અપહરણ સામાન્ય વાત છે. ક્યારેક હોસ્પિટલ તો ક્યારેક મોલમાંથી આરોપીઓ અપહરણને અંજામ આપે છે અને ત્યારબાદ ખંડણી માગે છે. જો ખંડણી મળે તો ઠીક બાકી જે વ્યક્તિનું અપહરણ થયું હોય તેના માત્ર અવશેષો જ મળે છે.
દાવો કરાયો છે કે, મોટાભાગના લોકોના તો અવશેષો પણ મળવા મુશ્કેલ બની જાય છે કેમ કે આરોપીઓ અપહ્યતની હત્યા બાદ તેના મૃતદેહના નાના-નાના ટૂકડા કરી દે છે અને ત્યારબાદ તેને દળી નાખે છે. હાડકાનો પાઉડર ન થઈ જાય ત્યાં સુધી આરોપીઓ ક્રુરતા કરતાં રહે છે અને ત્યારબાદ તેને રણમાં ફેંકી દે છે. અથવા તો જમીનમાં દાટી દે છે.
2019માં મેક્સિકોમાંથી કુલ 9 હજાર લોકો ગાયબ થયા હતા. 2020માં નવી પહેલના કારણે આ આંકડો ઘટ્યો છે. 2020માં અત્યાર સુધીમાં કુલ 5 હજાર લોકો ગાયબ થયા હોવાનો દાવો કરાયો છે. મેક્સિકોમાં ખંડણી એટલી સામાન્ય વાત થઈ ગઈ છે કે ખુદ બેંક ખંડણી ચૂકવવા માટે એક પ્રકારની ખાસ લોન પણ આપે છે. જો કે, હવે સરકારની આ પહેલ રંગ લાવી રહી છે. અપહરણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
હાલ મેક્સિકોમાં મહિલાઓનું એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં મહિલાઓ પોતાના પર થયેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે. પોતાના પરિવારજનો ગાયબ થયા તે અંગે ન્યાય માગી રહી છે.કેટલીક મહિલાઓ પોતાના જ પરિવારમાં રહેલા હવસખોર નરાધમો વિરુદ્ધ કાર્યવાહીની પણ માગણી કરી રહી છે. દાવો છે કે, મેક્સિકોમાં બાળકીઓ પર દુષ્કર્મના એવા અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં આરોપી કોઈ સંબંધી જ હોય. મહિલાઓના આંદોલનના કારણે પણ સરકાર પર દબાણ વધ્યું છે.
હવે જે ખોપરીઓ મળી તેના વિશે વાત કરીએ
મેક્સિકોની રાજધાની ન્યૂ મેક્સિકોમાં ખોદકામ દરમિયાન ખોપરીઓનો ઢગલો મળ્યો છે. માનવામાં આવે છે કે, આ ખોપરીઓ લગભગ 500 વર્ષ જૂના એક્જેટ સામ્રાજન્યના શાસન દરમિયાનની છે. સંશોધનકર્તાઓ અનુસાર એક્જેટ સામ્રાજ્ય દરમિયાન એક વિશાળ ટાવરના નિર્માણ વખતે આ લોકોની બલી ચઢાવી દેવામાં આવી હતી. આ કંકાલોએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. દુનિયાના કેટલાય જાણીતા પુરાતત્વવિદો આ શોધને જોવા અને તેના વિશે જાણવા માટે મેક્સિકો પહોંચી રહ્યા છે.
ટાવર નીચેથી 119 ખોપરી મળી
આ ટાવર મેક્સિકો સિટીમાં એક ઉત્ખનન પરિયોજના દરમિયાન મળ્યો છે. પુરાતત્વવિદોએ અત્યાર સુધીમાં 119 કંકાલો શોધ્યા છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્થ્રોલોજી એન્ડ હિસ્ટ્રીએ આ અંગે ખુલાસો કર્યો કે, આ ટાવર એક્જેટ સામ્રાજ્યની જૂની રાજધાનીમાંથી મળ્યો છે. જેમાં બાળકો, મહિલાઓ સામેલ છે.
દેવતાઓને ખુશ કરવા માટે અપાઈ બલી
પુરાતત્વવિદ રાઉલ બર્રેરા એ જણાવ્યું કે, અમે એ નથી કહી શકતા કે આમાંથી કેટલા લોકો સૈનિકો હતા. કદાચ કેટલાક લોકોને બલી આપવા માટે બંધક બનાવાયા હતા. આ લોકોને દેવાતાઓને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. બૈરલ જેવો દેખાતો આ ઢાંચો મેક્સિકો સિટીના સૌથી પ્રસિદ્ધ મ્યૂઝિયમ નજીકથી મળ્યો છે.
અગાઉ પણ કંકાલ મળી ચુક્યા છે
માનવામાં આવે છે કે, હાલનું મેક્સિકો શહેર જે તે વખતે એક્જેટ સામ્રાજ્યની રાજધાની હતું. એ સમયે મેક્સિકોને તેનોચ્તિતલાન નામથી ઓળખવામાં આવતું હતું. જે જગ્યાએથી ખોપરીઓ મળી છે તે જગ્યા નજીકથી અગાઉ પણ માનવ કંકાલ મળી ચુક્યા છે. પુરાતત્વવિદોને પહેલાં આવા ટાવર પણ મળી ચુક્યા છે. દાવો છે કે પહેલાં મળેલા ટાવર 1486 થી 1502ના ગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા.
ઈતિહાસ કંઈક આવો છે
ઈતિહાસકારોનું માનીએ તો, 1521માં સ્પેનિશ રાજા હર્નન કોર્ટેસે જ્યારે આ શહેર પર હુમલો કર્યો હતો ત્યારે તેણે આવી ઘણી દિવાલો બનાવી હતી અને પકડાયેલા સૈનિકોને આ જ ઈમારતોમાં ચણી દેવામાં આવ્યા હતા. એવી પણ શક્યતા છે કે આ કંકાલ એ જ સૈનિકો અને બંધકોના છે. જે ટાવરમાંથી ખોપરી સહિતના અવશેષો મળ્યા તેનો વ્યાસ લગભગ 5 મિટર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત