ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતી લીધી છે. ભારતે કાંગારુને બોક્સિંગ-ડે ટેસ્ટમાં 8 વિકેટથી મ્હાત આપી છે. મેચની જીતનો હીરો ભારતીય ટીમનો કેપ્ટન એજિંક્ય રહાણે રહ્યો. રહાણેને જ પ્લેયર ઓફ ધી મેચનો ખિતાબ પણ અપાયો. 70 રનનો પીછો કરતી ભારતીય ટીમે આસાનીથી જીત મેળવી લીધી હતી.
A victory to savour 👏👏#TeamIndia pic.twitter.com/x1VlUe0iaC
— BCCI (@BCCI) December 29, 2020
રહાણેએ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 223 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 112 રનની ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં રહાણેએ 40 બોલમાં 27 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી હતી. રહાણેને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મુલાગ મેડલથી સન્માનિત કર્યો છે.
Special words of appreciation for @ajinkyarahane88 from the Head Coach.
— BCCI (@BCCI) December 29, 2020
Do you agree?#AUSvIND pic.twitter.com/SHyRr2sOji
ભારતે કાંગારૂને ધોબી પછાડ આપતા જ હવે 4 મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સીરિઝની પ્રથમ મેચ અડિલેડમાં ડે-નાઈટ રમાઈ હતી. તેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમની શરમજનક હાર થઈ હતી. ટીમ માત્ર 36 રન જ બનાવી શકી હતી.
A victory to cherish!
— cheteshwar pujara (@cheteshwar1) December 29, 2020
Proud of the character shown by the team. Onwards and upwards! 🇮🇳#inittogether #memorablewin #ausvsind pic.twitter.com/CNgRzq8jEG
મુલાગ મેડલ વિશે જાણો
152 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રહેલા જ્હોની મુલાગના નામ પરથી આ મેડલનું નામ રાખવામાં આવ્યું છે. જ્હોની મુલાગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો હતો. 1968માં પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. ક્રિકેટ કારકિર્દીમાં જ્હોની મુલાગનો રેકોર્ડ પણ સારો એવો રહ્યો છે. મુલાગ 45 ટેસ્ટની 71 ઈનિંગમાં 1698 રન બનાવ્યા. તેમણે 1877 ઓવર બોલિંગ પણ કરી છે. જેમાં તેમણે 831 ઓવર મેડન નાખી છે. ઉપરાંત 257 વિકેટ પણ લીધી છે. 1866માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ જોની મુલાગે એક બોક્સિંગ-ડે ટેસ્ટ પણ રમી હતી.
The proud recipient and the inaugural winner of the Mullagh Medal – #TeamIndia Captain @ajinkyarahane88 #AUSvIND pic.twitter.com/0cBe2icMzz
— BCCI (@BCCI) December 29, 2020
ઓસ્ટ્રેલિયા માટે શરમજનક રેકોર્ડ
બીજી ઈનિંગમાં ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને પરેશાન કર્યા. ભારતીય બોલર્સનો સામનો કરવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એક સમયે ઓસ્ટ્રેલિયાની રન રેટ પ્રતિ ઓવરે 2.01 પર પહોંચી ગઈ હતી. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા માટે બહુ શરમજનક છે. કેમ કે, છેલ્લા 26 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની આ સૌથી ધીમી બેટિંગ છે. 1994માં ઓસ્ટ્રેલિયાએ આનાથી પણ ધીમી બેટિંગ કરી હતી.
Spirited performance and a great comeback by the team. ♥️ 🇮🇳@BCCI pic.twitter.com/L4xyJXxugM
— Rishabh Pant (@RishabhPant17) December 29, 2020
બુમરાહે હેલ્મેટ તોડી નાખ્યું
બુમરાહે ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનને વધુ પરેશાન કર્યા. બીજી ઈનિંગની 35મી ઓવરમાં બુમરાહનો બોલ મેથ્યુ વેડના હેલ્મેટ પર ટકરાયો હતો. બુમરાહનો બોલ એટલો ઘાતક હતો કે વેડનું હેલ્મેટ તૂટી ગયું હતું. સદનસીબે વેડને ઈજા થઈ ન હતી. આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ટીમના ફિઝિયોએ મેથ્યુ વેડનો કન્ક્શન ટેસ્ટ કર્યો હતો. જેમાં તે પાસ થતાં તેણે ફરી બેટિંગ શરૂ કરી હતી.
When your backs are up against the wall, lean back and enjoy the support of the wall!! Well done to the entire team and what a win that was💯🔥🔥🔥🥳🥳.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 29, 2020
Special mention to Mohd Siraj and @RealShubmanGill 👏👏..@ajinkyarahane88 @cheteshwar1 @Jaspritbumrah93 @y_umesh @imjadeja pic.twitter.com/4t8IlxZFlW
ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાને 2-2 ઝટકા આપ્યા હતા. જ્યારે ઉમેશ યાદવે એક વિકેટ લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત