Homeગામનાં ચોરેકોરોના સંકટ સામે લડવામાં ભારત 96 દેશમાંથી 86માં નંબરે

કોરોના સંકટ સામે લડવામાં ભારત 96 દેશમાંથી 86માં નંબરે

Team Chabuk-National Desk : કોરોના સંકટ સામે લડવામાં ઓસ્ટ્રેલિયાની થિંક ટેંક લોવી ઈન્સ્ટિટ્યૂટે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ 96 દેશની યાદીમાં ભારત 86માં નંબર પર છે. જ્યારે આ 96 દેશની યાદીમાં જગત જમાદાર અમેરિકાને 94મા ક્રમાંકે મુકવામાં આવ્યું છે.

કોરોના સંકટ સામે લડવામાં સૌથી અગ્રેસર ન્યૂઝિલેન્ડ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની થિંક ટેંક લોવી ઈન્સ્ટિટ્યૂટે જાહેર કરેલી આ યાદીમાં પ્રથમ નંબરે ન્યૂઝિલેન્ડ છે. ન્યૂઝિલેન્ડ બાદ વિયેતનામ, તાઈવાન, થાઈલેન્ડ અને સાઈપ્રસને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત રવાંડા, આઈસલેન્ડ, ઓસ્ટ્રેલિયા, લાતવિયા અને શ્રીલંકાને પણ પ્રથમ 10 દેશની યાદીમાં સ્થાન મળ્યું છે.

રોયટર્સના એક રિપોર્ટ મુજબ સાર્વજનિક રીતે ઉપલબ્ધ અપર્યાપ્ત આંકડાઓના કારણે ચીનને આ યાદીમાં સામેલ નથી કરાયું. લોવી ઈન્સ્ટીટ્યૂટે પોતાના વિશ્લેષણમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, સૂચકાંકમાં એશિયા-પ્રશાંત દેશ યુરોપ અને સંયુક્ત રાજ્ય અમેરિકા કરતાં વધુ સફળ રહ્યા છે.

વ્યક્તિગત સ્વાસ્થ્ય સેવા સૂચક આંકમાં ભારતને સ્થાન

વ્યક્તિગત સ્વાસ્થ્ય સેવા સૂચક આંકમાં ભારતને સ્થાન મળ્યું છે. અગિયાર દેશની યાદીમાં ભારતે 10મું સ્થાન મેળવ્યું છે. એશિયા પ્રશાંત દેશોમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય સેવા સુવિધા મુદ્દે એક સર્વે કરવામાં આવ્યો હતો. જે મુજબ ભારત 11 દેશની યાદીમાં 10મા સ્થાને છે.

ધ ઇકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) એશિયા પેસિફિક પર્સનાઇઝ્ડ ઈન્ડેક્સના અહેવાલ મુજબ પેસિફિકમાં પ્રશાંત વિસ્તારના ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન, થાઇલેન્ડ અને ન્યૂઝિલેન્ડ જેવા દેશો યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે સારવાર ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

રિપોર્ટ 27 જુદા જુદા મુદ્દાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. હેલ્થ ઇન્ફર્મેશન ઇન્ડેક્સમાં 41 પોઇન્ટ સાથે ભારત 10મા સ્થાને છે.

હેલ્થકેરમાં 24 પોઇન્ટ સાથે ભારતે અગિયારમું સ્થાન મેળવ્યું છે. જ્યારે વ્યક્તિગત સ્તરે હેલ્થકેર સંબંધિત ટેકનોલોજીના ઉપયોગમાં ભારત 30 પોઇન્ટ સાથે નવમાં ક્રમે છે. આરોગ્ય નીતિમાં ભારત 48 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને છે, જે વ્યક્તિગત સ્વાસ્થ્ય સેવાની દ્રષ્ટીએ સારું સ્થાન માનવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર એશિયા પેસિફિક ક્ષેત્રના અગિયાર દેશોમાંથી સિંગાપોરમાં સૌથી સારી સ્વાસ્થ્ય સુવિધા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ બીજા ક્રમે તાઇવાન, ત્રીજા સ્થાને જાપાન અને ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયા છે. મૂળભૂત સુવિધા, સેવા અને સ્વાસ્થ્યમાં ટેકનિકલ  ક્ષેત્રે ઈન્ડોનેશિયા સૌથી પાછળ છે. ઈન્ડોનેશિયા આ યાદીમાં અગિયારમાં નંબર પર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments