Homeગામનાં ચોરેપાકિસ્તાનના પાયલટને આકાશમાં UFO દેખાયો

પાકિસ્તાનના પાયલટને આકાશમાં UFO દેખાયો

Team Chabuk-International Desk : એલિયન્સ છે કે નહીં તે મુદ્દો અવારનવાર ઉઠતો રહ્યો છે. આ મુદ્દે હોલિવુડ ઉપરાંત બોલિવુડમાં ફિલ્મો પણ બની ગઈ છે. હવે ફરી એકવાર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે આવી જ એક ઘટના પાકિસ્તાનમાં બની છે.

પાકિસ્તાન એરલાઈન્સના એક પાયલટે દાવો કર્યો છે કે, તેણે UFO એટલે કે અન આઈડેન્ટીફાઈ ઓબ્જેક્ટને જોયું છે. પાયલટે આકાશમાં ઉડી રહેલી એક આશ્ચર્યજનક રોશનીને કેમેરામાં પણ કેદ કરી છે. પાયલટ સાથે અન્ય મુસાફરોએ પણ આ UFOનો વીડિયો બનાવ્યો છે. કરાંચીથી લાહોરની ઉડાન દરમિયાન પાયલટને આકાશમાં આ નજારો જોવા મળ્યો હોવાનો દાવો કરાયો છે.

આ ઘટના બાદ પાકિસ્તાની પાયલટે કહ્યું હતું કે, કોઇ ગ્રહ નહીં પરંતુ અંતરિક્ષ સ્ટેશન અથવા કોઈ કૃત્રિમ ગ્રહ હોઈ શકે છે. પાયલટે કહ્યું કે, સૂર્યના પ્રકાશ દરમિયાન પણ તેનો ચળકાટ ખુબ વધારે હતો. દિવસે આટલી ચમકદાર વસ્તુ જોવા મળવી તે ખુબ જ દૂર્લભ ઘટના છે.  23 જાન્યુઆરીએ બપોરે 4 વાગ્યા આસપાસની આ ઘટના છે.

આ મુદ્દે પાકિસ્તાની એર લાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, નિશ્ચિત રૂપથી ન કહી શકાય કે,તે UFO જ હતું. આકાશમાં અનેકવાર આવી ઘટનાઓ જોવા મળતી હોય છે. કોઈ ચમકદાર વસ્તુ જેને આપણે ઓળખી નથી શકતા. એટલે જ તેને UFO કહે છે. એલિયન્સનું અસ્તિત્વ છે કે નહીં તે વર્ષોથી સંશોધનનો વિષય રહ્યો છે. આજ સુધી તેના પુરાવા કોઈને નથી મળ્યા. જો કે, ફરીથી આકાશમાં જોવા મળેલી આ રોશનીએ એલિયન્સના અસ્તિત્વની અટકળો તેજ બની છે.

UFO અને એલિયન સંલગ્ન કેટલીક ઘટનાઓ વિશે

  • 2 જૂલાઈએ વર્લ્ડ UFO DAYની ઉજવણી પણ કરવામાં આવે છે.
  • 24 જૂન 1947માં જાણીતા ઉદ્યોગપતિ કેનેથ અર્નોલ્ડે પહેલીવાર અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આશ્ચર્ય પમાડે તેવી 9 આકૃતિઓને હવામાં ઉડતી જોઈ હતી.
  • 2 જૂલાઈ 1947 અમેરિકાના જ એક વિસ્તારમાં એક સ્પેસ ક્રાફ્ટનો કાટમાળ મળ્યો હતો. ત્યાં હાજર લોકોએ એલિયન્સના મૃતદેહને પણ જોયા હોવાનો દાવો કર્યો હતો. જો કે, ત્યારબાદ યુએસ એરફોર્સે 1994માં દાવો કર્યો હતો કે, આ કાટમાળ વેધર બલૂનનો હતો. એટલે કે આ વાતાવરણની જાણકારી આપનારા બલૂનનો કાટમાળ હતો. જેને એલિયન્સ માનવામાં આવ્યા તે હકીકતે ડમી હતા. જો કે, હજુ પણ તે ઘટના પર વિવાદ યથાવત છે.
  • વર્ષ 1948માં યુએસ એરફોર્સે તપાસ માટે પ્રોજેક્ટ સાઈન શરૂ કર્યો.
  • 1952થી 1969 સુધી પ્રોજેક્ટ બ્લૂ બૂકે આ પ્રકારની 12 હજાર ઘટનાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું અને તેના પર વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરાયો. એટલે કે અમેરિકામાં UFOને જોવાની હજારો ઘટનાઓ સામે આવી ચુકી છે.
  • ભારતમાં પણ કેટલાય સ્થળો પર UFO દેખાયા હોય તેવી ઘટનાઓ સામે આવી ચુકી છે. જો કે, આ ઘટનાઓની સત્તાવાર જાહેરાત ક્યારેય કરાઈ નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments