Homeગામનાં ચોરેચાલુ મહિને 13 દિવસમાંથી 7 દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવનો વિકાસ થયો

ચાલુ મહિને 13 દિવસમાંથી 7 દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવનો વિકાસ થયો

Team Chabuk National Desk: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત પાંચમાં દિવસે ભડકે બળી રહ્યા છે. દેશમાં સરેરાશ પેટ્રોલની કિંમત 25-30 પૈસાનો વધારો થયો છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવ ભાવનગરમાં વધ્યા છે. ભાવનગરમાં પેટ્રોલના ભાવ 29 પૈસા વધ્યા છે જ્યારે ડીઝલના ભાવમાં 39 પૈસાનો વધારો થયા છે ત્યારબાદ અમદાવાદમાં પેટ્રોલ ડીઝલનો ભાવ અનુક્રમે 29 પૈસા અને 38 પૈસા વધ્યો છે. અમદાવાદમાં આજનો પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 85.67 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.78 રૂપિયાએ પહોંચી ગયો છે.

દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા નજીક પહોંચી ગયા છે. અહીં પેટ્રોલ 98.98 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે તો ડીઝલના ભાવ પણ 90 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલના ભાવ સળગી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 97.05 રૂપિયા અને ડીઝલને ભાવ 86.44 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 88.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.74 રૂપિયાએ પહોંચ્યો છે.

ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ 7 વાર વધી ગયા છે. એટલે કે આ મહિનામાં 13 દિવસમાંથી 7 દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવનો વિકાસ થયો છે. આ સાત દિવસમાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 2.14 રૂપિયા અને ડીઝલનો ભાવ 2.26 રૂપિયા વધ્યો છે. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 10 વાર વધ્યો છે. જાન્યુઆરી મહિનામાં પણ પેટ્રોલનો ભાવ રાજધીનામાં 2.59 રૂપિયા અને ડીઝલનો ભાવ 2.61 રૂપિયા વધી ગયો છે. આમ દોઢ મહિનામાં પેટ્રોલ ડીઝલનો ભાવ લગભગ 5 રૂપિયા વધી ગયો છે.

ગુજરાતમાં ક્યાં કેટલો ભાવ ?

અમદાવાદમાં પેટ્રોલ 85.67, ડીઝલ 84.78 પ્રતિ લીટર

સુરતમાં પેટ્રોલ 85.68, ડીઝલ 84.82 પ્રતિ લીટર

વડોદરામાં પેટ્રોલ 84.77, ડીઝલ 83.69 પ્રતિ લીટર

રાજકોટમાં પેટ્રોલ 85.48, ડીઝલ 84.52 પ્રતિ લીટર

જામનગર પેટ્રોલ 85.36, ડીઝલ 84.38 પ્રતિ લીટર

ભાવનગરમાં પેટ્રોલ 87.09, ડીઝલ 86.20 પ્રતિ લીટર

નહીં મળે રાહત

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે હાલમાં જ સ્પષ્ટ કરી દીધુ છે કે પેટ્રોલ અને ડીઝલ પર લગાવાતા ટેક્સમાં કોઈ કપાત નહીં થાય. રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા ટેક્સને ઘટાડવા માટેનો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવો અને ઘટાડવો એ સરકારની જરૂરિયાતો અને માર્કેટની સ્થિતિ પર આધાર રાખે છે.

લોકો ઠાલવી રહ્યા છે રોષ

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. સરકારને આ દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. પેટ્રોલ પણ એક જીવન જરૂરિયાતની વસ્તુ છે. જોત જોતામાં 4 રૂપિયા વધી ગયા છે. સામાન્ય લોકોને કામ-ધંધે જવું પડતું હોવાથી વિરોધ નથી થતો. જો આવું ને આવું રહેશે અને લોકોનો રોષ બહાર આવશે તો એક દિવસ તમામ રસ્તાઓ ચક્કાજામ થઈ જશે -લલીત ઠક્કર, અમદાવાદ

સરકારને વિનંતી છે કે હવે આ પેટ્રોલના ભાવનું કંઈક કરે. મહિનામાં 10 દિવસ ભાવ વધે છે અને માત્ર એક દિવસ જ આ ભાવ નીચો જાય છે. એટલે કે, સરકાર 2 રૂપિયા વધારીને પછી 50 પૈસા ઘટાડી દે એટલે જનતાને તો દોઢ રૂપિયાનો માર જ પડવાનો છે. -કૃણાલ જોશી, ભાવનગર

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments