Team Chabuk National Desk :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી નીતિ આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વાતચીત કરી હતી. આ સમયે પ્રધાનમંત્રીએ કોરોનાકાળમાં દેશમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે ભાર દઈને એ વાત કરી હતી કે દેશ હવે વિકાસની રાહ નથી જોઈ શકતો. મળીને કાર્ય કરવાથી જ સફળતા હાથ લાગશે.
ગરીબોના જીવનસ્તરમાં બદલાવ આવ્યો
આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘‘આપણે કોરોના કાલખંડમાં જોયું કે કેવી રીતે રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને કાર્ય કર્યું અને દેશ સફળ થયો. દુનિયામાં પણ ભારતની એક સારી છબિનું નિર્માણ થયું. ગરીબોનાં જીવનસ્તરમાં બદલાવ આવ્યો. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે દેશનું પ્રાઈવેટ સેક્ટર, દેશની વિકાસ યાત્રામાં અને વધારે ઉત્સાહથી આગળ આવી રહ્યું છે. સરકાર હોવાના કારણે અમે ઉત્સાહનો, પ્રાઈવેટ સેક્ટરની ઉર્જાનું સન્માન પણ કરવાનું છે અને તેને આત્મનિર્ભર ભારત અભિયાનમાં એટલો જ અવસર આપવાનો છે.’’
2014 પછી 2 કરોડ 40 લાખથી વધારે ઘરનું નિર્માણ
પીએમ મોદીએ મિશન મોડ પર થઈ રહેલી કામગીરીનાં સંદર્ભે કહ્યું કે, 2014 બાદ ગામડા અને શહેરોને ભેગા કરીએ તો 2 કરોડ 40 લાખથી વધારે ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશના 6 શહેરોમાં આધુનિક ટેકનિકથી ઘર બનાવવાનું એક અભિયાન ચાલી રહ્યું છે. એક જ મહિનામાં નવી ટેકનિકથી સારા ઘરો બનાવવા માટે નવા મોડલ તૈયાર થશે. પાણીની ઉણપ અને પ્રદૂષિત પાણીથી થનારી બીમારી લોકોના વિકાસમાં અડચણ ન બને એ દિશામાં મિશન મોડમાં કામ થઈ રહ્યું છે. જળ મિશન બાદ સાડા ત્રણ કરોડથી પણ વધારે ગ્રામીણ ઘરોમાં પાઈપ વોટર સપ્લાઈથી જોડવામાં આવી ચૂક્યા છે.
રોકાણ કરવા આકર્ષિત કરો
વધુમાં તેમણે આત્મનિર્ભર ભારતની વાતને કેન્દ્રસ્થાને રાખતા જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન એક એવા ભારતનું નિર્માણ માર્ગ છે જ્યાં ન માત્ર પોતાની જરૂરિયાતો માટે પણ વિશ્વ માટે પણ ઉત્પાદન કરે અને આ ઉત્પાદન વિશ્વ શ્રેષ્ઠતાની કસોટી પર ખરું પણ ઉતરે. કેન્દ્ર સરકારે વિભિન્ન સેક્ટર્સ માટે પીએલઆઈ સ્કીમની શરૂઆત કરી છે. આ દેશમાં મેન્યુફેક્ચરિંગ વધારવાનો શ્રેષ્ઠ અવસર છે. રાજ્યોને પણ આ સ્કીમનો સંપૂર્ણ લાભ આપતા અહીં વધારેમાં વધારે રોકાણ કરવા આકર્ષિત કરવા જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત