Homeગામનાં ચોરેસોશિયલ મીડિયા પર લવાશે નિયંત્રણ, જાણી લો આ ચાર નિયમો

સોશિયલ મીડિયા પર લવાશે નિયંત્રણ, જાણી લો આ ચાર નિયમો

Team Chabuk-National Desk : ટ્વીટર સાથે વિવાદથી નારાજ ભારત હવે સોશિયલ મીડિયા કંપનીઓ પર નિયંત્રણ રાખવા માટે નવા નિયમ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી તૈયાર નવા નિયમોના ડ્રાફ્ટ મુજબ તેની મદદથી તમામ સોશિયલ મીડિયા કંપનીઓને વિવાદીત તથ્ય ઓછામાં ઓછા સમયમાં હટાવી અને તપાસમાં સહયોગ કરવા માટે મજબૂર કરી શકાશે.

આવા હશે નવા નિયમ

-આદેશ આપવા પર વધુમાં વધુ 336 કલાકમાં પ્લેટફોર્મ પરથી વિવાદીત કન્ટેન્ટ દૂર કરવું પડશે.

-કોઈ પણ તપાસમાં સાઈબર સિક્યોરિટી ઘટનામાં આગ્રહના 72 કલાકમાં જાણકારી આપવી પડશે.

-અશ્લીલ કન્ટેન્ટ અથવા વ્યવહાર સાથે જોડાયેલી પોસ્ટની ફરિયાદને એક દિવસમાં હટાવવું પડશે.

-કંપનીઓના ચીફ કંપ્લાયન્સ ઓફિસર તેમ જ ગ્રિવેંસ રિડ્રેસલ ઓફિસર તૈનાત કરવા પડશે જે ભારતીય નાગરિક હશે.

કન્ટેન્ટ પર નિયંત્રણ રાખવાનો હેતુ

ભવિષ્યમાં આવી કોઈ પણ સ્થિતિથી બચવા અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર નિયંત્રણ રાખવા માટે સરકારે ‘ઈંટરમીડિયેટરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ’ તૈયાર કર્યો છે. આ નિયમોમાં ફેસબુક, ટ્વીટર જેવા સોશિયલ મીડિયા કંપનીઓ સાથે નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા વેબ એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મની મનમાની પર પણ અંકુશ લગાવવા માટેનો રસ્તો ખોલ્યો છે.

ઓસ્ટ્રેલિયા સર્જાયો હતો વિવાદ

શક્તિશાળી ટેક કંપનીઓને નિયંત્રિત કરવાની કોશિશ દુનિયાભરના અલગ-અલગ દેશોમાં કરવામાં આવી રહી છે. ફેસબુકને જ ગયા સપ્તાહમાં ઓસ્ટ્રેલિયામાં સરકાર સાથે રાજકીય ભાગીદારી મુદ્દે વિવાદનો સામનો કરવો પડ્યો હતો. ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં સમાચારોને પોતાના પ્લેટફોર્મ પર પ્રતિબંધિત કરતાં દુનિયાભરમાં તેની ટીકા થઈ હતી.

કૃષિ કાયદા મુદ્દે કરાયા હતા અશાંતિ ફેલાય તેવા ટ્વીટ

ભારતમાં ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન કેટલાક ટ્વીટને અશાંતિનું કારણ માનીને, સરકારે એવા ટ્વીટર હેન્ડલ પર પ્રતિબંધિત કરવાનો નિર્દેશ કર્યો હતો. ટ્વીટરે અલગ-અલગ નિયમોને ટાંકીને સરકારના આદેશને માનવાનો ઈનકાર કરી દીધો હતો. જેના પર સરકારે નારાજગી વ્યક્ત કરી હતી.

નિયમોના ડ્રાફ્ટ મુજબ વેબ કંપનીઓને ભારતના બહુધર્મી તેમજ બહુજાતીય સમાજને ધ્યાનમાં રાખીને કોઈ પણ ગતિવિધિ, વિશ્વાસ અને જાતીય કે ધાર્મિક સમૂહના વિચારો સાથે જોડાયેલી ગતિવિધિઓ પર સતર્કતા અને વિવેકથી વિચાર કરવાનો હશે. નવા નિયમોમાં વેબ સિરીઝ કન્ટેન્ટમાં આયુ સંબંધી રેટિંગ અને સલાહ દેવી ફરજિયાત કરવામાં આવશે.

નવા નિયમોમાં ડ્રાફ્ટને લઈને હાલ ફેસબુક, ટ્વીટર અને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ તેમજ સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયે કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યું. સાથે જ એ પણ સ્પષ્ટ નથી કર્યું કે આ નિયમોને ક્યારથી લાગુ કરવામાં આવશે. જો કે, સૂત્રો મુજબ આનાથી દિગ્ગજ ટેક કંપનીઓને ભારતમાં રોકાણની યોજનાઓને ઝટકો લાગશે.

ફાયદો છે તો નુકસાન પણ છે

સરકારે બનાવેલા આ નિયમોમાં સિક્કાની બંને બાજુ છે. સારી બાબત એ છે કે અફવા ફેલાવતા અને સામાજિક, ધાર્મિક લાગણીઓને જાણી જોઈને દુભાવતા લોકો પર નિયંત્રણ લાગશે. એવા લોકો કોઈ પણ અફવા ફેલાવતા પહેલાં વિચાર કરશે. સોશિયલ મીડિયા પર આવા કન્ટેન્ટમાં ઘટાડો થશે. બીજી તરફ ગેરફાયદો એ છે કે, લોકો સરકાર વિરૂદ્ધ બોલતાં ડરશે. સાચી વાતોનો મુદ્દો ઉઠાવતા ડરશે, કારણ કે કાયદાના સકંજામાં ફસાવું કોઈને નહીં ગમે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments