Team Chabuk-National Desk: ચૂંટણી બાદ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી મહત્વની પ્રક્રિયા, જેના દ્વારા જ ચૂંટણી જીતવાનો લીસ્સો માર્ગ ઊભો થાય છે, તે ચૂંટણી ઢંઢેરો, જ્યાં જ્યાં ચૂંટણી છે એ એ રાજ્યોમાં ધીમે ધીમે ઘોષિત કરવામાં આવી રહ્યો છે. આ બધા રાજ્યોમાંથી ચૂંટણી ઢંઢેરો તો તમિલનાડુનો જ છે. સાંભળો તો થાય કે ધરતી પર છીએ કે સ્વર્ગમાં છીએ. હ્રદયને ટાઢક મળે. સાંભળો તો અંતરઆત્મા ખુશ થઈ જાય. ને પછી મનમાં વિચાર ઉપજે કે આ બોલે છે એવું થશે પણ કે નહીં ?
તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સત્તાધારી એઆઈએડીએમકે દ્વારા મોટો દાવ રમવામાં આવ્યો છે. રવિવારે સાંજે પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં વાયદો કરવામાં આવ્યો છે કે જો રાજ્યમાં AIADMKની સરકાર બની તો દરેક પરિવારથી એક સદસ્યને સરકારી નોકરી આપવામાં આવશે.
AIADMKના નેતા સી પ્રોન્નયનએ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું, અમે ભારતમાં શ્રીલંકાઈ તમિલ શરણાર્થિઓ માટે નાગરિકતા અને રહેણાંક પરવાનગી માટે કેન્દ્ર સરકારને વિનંતી કરીશું. આ સિવાય AIDMKનાં ચૂંટણી ઢંઢેરામાં જનતાને આકર્ષિત કરવા માટે દર વર્ષે 6 સિલેન્ડર મફતમાં આપવામાં આવશે.
તમિલનાડુમાં એઆઈએડીએમકે ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડશે. AIADMK 177 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ગઠબંધન સહયોગી 43 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. તમિલનાડુમાં કુલ 234 વિધાનસભા બેઠકો છે. 6 એપ્રિલે મતદાન અને પરિણામ 2મેના રોજ આવશે.
AIDMK પહેલા DMKએ શનિવારે પોતાના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓને મફત ડેટા પ્લાન સાથે કોમ્પ્યુટર, ટેબલેટ અને રાજ્યની 75 ટકા નોકરીઓ સ્થાનિક લોકો માટે આરક્ષિત રાખવાની જોગવાઈની વાત કરવામાં આવી હતી. પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પાર્ટી અધ્યક્ષ એમ કે સ્ટાલિને કહ્યું હતું કે, સરકારી શાળાઓ અને મહા વિદ્યાલયોનાં વિદ્યાર્થીઓને મફત ડેટા અને ટેબલેટ આપવામાં આવશે. જો ડીએમકે સત્તામાં આવે છે તો પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં ઘટાડો ક્રમશ: પાંચ કે ચાર રૂપિયા સુધીનો કરવામાં આવે છે.
સ્ટાલિને કહ્યું કે, વર્ષ 2016માં તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતાની મોતની પરિસ્થિતિઓની તપાસ માટે અરુમુગસામી સમિતિની ભલામણોને લાગુ કરવા પગલાં ભરાશે.
હાલ તમિલનાડુમાં એઆઈડીએમકે પાર્ટી ભાજપની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. એઆઈડીએમકે 177 બેઠકો પર ઉમેદવાર ઉતારશે. જ્યારે પાર્ટીનાં ગઠબંધન સહયોગી 43 સીટો પર ઉમેદવાર ઉતારશે. બીજી બાજુ 14 સીટો એવી છે જ્યાં ઉમેદવારનાં નામની ઘોષણા હજુ સુધી નથી કરવામાં આવી.
AIDMKનાં ચૂંટણી ઢંઢેરાથી લાગે છે કે રાજ્યમાં નોકરીઓ તો ઊભી થઈ શકે છે પણ સરકારો ચૂંટણીઓની રાહ જોતી હોય છે. ઓછા લોકો રાખી વધારે કામ કઢવી લેતી હોય છે. સમય આવ્યે તીર મારે છે. DMKનાં ચૂંટણી ઢંઢેરા પરથી લાગે છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ રાજ્ય સરકારો હળવા કરી શકે છે, પણ તીર મારવાની રાહ જુએ છે! એ રીતે જ સરકારની તાકાત તો છે કે ગરીબોને મફતમાં ગેસ સિલિન્ડર આપી શકે પણ ? તીર મારવાની રાહ જુએ છે!! આ તીર અહીં ચૂંટણી તરીકે આપ જોઈ શકો છો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત