Homeગુર્જર નગરીબોટાદઃ ખાડામાં વરસાદી પાણી ભરાતા 4 વર્ષના બાળકનું મોત

બોટાદઃ ખાડામાં વરસાદી પાણી ભરાતા 4 વર્ષના બાળકનું મોત

Team Chabuk-Gujarat Desk: બોટાદના બરવાળામાં ખાડામાં વરસાદી પાણી ભરાવવાને કારણે ચાર વર્ષના બાળકનું પડી જવાથી મોત થયું છે. આ ઘટના બાદ પરિવાર સહિત સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. દુર્ઘટના બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ આ મુદ્દે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, બરવાળાના ચોકડી ગામમાં પાણી ભરેલા ખાડામાં બાળક પડી ગયુ હતુ. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળકના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે. આ અકસ્માતને કારણે પરિવારની હાલત કફોડી બની હતી.

4 year chile died in botad

બાળક કુદરતી હાજતે જતો હતો. ત્યારે તેના રસ્તા પર મોટા ખાડો હતો અને તેમાં વરસાદી પાણી ભરાઇ ગયું હતુ. જેથી બાળકને આ ખાડો ન દેખાતા તે અંદર પડીને ડૂબી ગયું હતુ. સાથે જ આરોપ લગાવ્યો છે કે, લાંબા સમયથી આ ખાડો પડ્યો હતો જેને પુરવા માટે તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments