Homeદે ઘુમા કેIND vs WI: ટેસ્ટ મેચમાં યશસ્વીની પહેલી અર્ધસદી, રોહિત શર્માએ પણ ફટકારી...

IND vs WI: ટેસ્ટ મેચમાં યશસ્વીની પહેલી અર્ધસદી, રોહિત શર્માએ પણ ફટકારી ફિફ્ટી

Team Chabuk-Sports Desk: ભારત વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ મેચમાં ભારતની પકડ વધુ મજબૂત બની છે. પહેલાં દાવમાં વેસ્ટઈન્ડિઝને સસ્તામાં ઓલ આઉટ કરી બોલર્સ બાદ ભારતીય બેટ્સમેને મોરચો સંભળ્યો છે. ભારત તરફથી ઓપનિંગ કરતા યશસ્વી જયસ્વાલે ટેસ્ટ કારકીર્દિની પ્રથમ ફિફ્ટી ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ પણ પોતાના ટેસ્ટ કરિયરની 15મી અડધી સદી ફટકારી છે. જયસ્વાલ અને રોહિત વચ્ચે પહેલી વિકેટ માટે 160+ રનની પાર્ટનરશિપ થઈ છે. ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડોમિનિકાના વિંડસર પાર્ક મેદાન પર રમાઈ રહી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમ ખાસ કંઈ કરી શકી ન હતી. 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ ઝડપી હતી.
ભારતે પણ પ્રથમ દિવસે જ પ્રથમ દાવની શરૂઆત કરી હતી. ડેબ્યૂ કરી રહેલા યશસ્વી જયસ્વાલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતર્યો હતો. બંનેએ વિના નુકસાન 160થી વધુ રન બનાવ્યા છે. યશસ્વી અને રોહિત બંને વ્યક્તિગત 70 રનનો આંકડો પાર કરી ગયા છે.

IND vs WI

બંને ટીમની પ્લેઇંગ-11
ભારત
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.

વેસ્ટઈન્ડિઝ
ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથનેઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments