Team Chabuk-Gujarat Desk: દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાદરદાણ કૌભાંડમાં દોષિત ઠર્યા છે. મહેસાણા કોર્ટે સાગરદાણ કૌભાંડમાં ચુકાદો સંભળાવ્યો છે. આવ્યો છે. કોર્ટે આ કેસના 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જેમાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનો પણ સમાવેશ છે.
મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા અંગે જે કૌભાંડ થયું હતું તેમાં તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કૌભાંડના 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના ચુકાદો આવે તે પહેલા જ અવસાન થયા હતા. જેથી હવે 19 સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં 23 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 અધિકારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે. આ સિવાય 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત જાહેર કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત