Homeગુર્જર નગરીસુરતઃ વેપારીને ઈલુ ઈલુ 40 લાખમાં પડ્યું, હનીટ્રેપમાં ફસાવી આરોપીએ પડાવ્યા રૂપિયા

સુરતઃ વેપારીને ઈલુ ઈલુ 40 લાખમાં પડ્યું, હનીટ્રેપમાં ફસાવી આરોપીએ પડાવ્યા રૂપિયા

Team Chabuk-Gujarat Desk: સુરતમાં રહેતો કાપડનો વેપારી હનીટ્રેપનો ભોગ બન્યો. વેપારીએ હનીટ્રેપમાં બદનામ થવાના ડરે 40 લાખ રૂપિયા પણ આપી દીધા. જો કે, આરોપીએ ફરી 20 લાખની માગણી કરતા વેપારીએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે 2 આરોપીને ઝડપી લઈ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વેસુના કાપડના વેપારી પાસેથી આરોપીએ 50 લાખની ખંડણીની માંગણી કરી હતી. જે બાદ સમાધાનના નામે 40 લાખ રૂપિયા નક્કી કર્યા અને વેપારી પાસેથી 40 લાખ રૂપિયા પડાવી પણ લીધા. પરંતુ 40 લાખ મેળવ્યા બાદ પણ રોપીઓએ વેપારીને હેરાન કરવાનો શરૂ રાખ્યો અને વધુ 20 લાખ માગ્યા હતા.

આરોપીઓએ વેપારીને અઠવા પોલીસ સ્ટેશનમાંથી મકવાણા સાહેબ વાત કરુ છુ, તેમ કહી વેપારીને બ્લેકમેલ કર્યો હતો. વેપારીએ વાંરવાર ખંડણી માંગતા 2 શખ્સો વિરુધ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પાંચ મહિનાથી આ હનીટ્રેપનો આખો સિલસિલો ચાલુ હતો. કાપડ વ્યવસાય કરતા વેપારીને આજથી પાંચ મહિના પહેલા મોબાઈલ ઉપર એક છોકરીનો ફોટો આવ્યો હતો. સામેથી મેસેજ આવ્યો હતો કે, નવી છોકરી છે. જ્યારે વેપારી ચક્કરમાં ફસાઈ નાનપુરા સ્થિત ફ્લેટમાં ગયો હતો અને તે સમયે કેટલાક લોકો આવી ગયા હતા અને આ વેપારીને ટ્રેપમાં ફસાવ્યો હતો.

shed

આરોપીઓને સરળતાથી પૈસા મળી જતા આરોપીઓ વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું કહી વેપારીને સતત ધમકાવવાનું શરૂ રાખ્યું હતું. જોકે, આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને તપાસ કરતા ખબર પડી હતી કે, આવા નામનો કોઈ વ્યક્તિ પોલીસ મથકમાં ફરજ બજાવતો નથી. જેને લઇને પોલીસે ગુનો દાખલ કરી આરોપી પિયુષ વોરા અને નિકુંજ સોલંકીને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓની તપાસ કરતા આ લોકો 2020માં પણ ટ્રેપના મામલામાં સુરતના પુના પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યા હતા. આ ગુનામાં શિવરાજ લાલુ નામનો માસ્ટરમાઈન્ડ છે, જે વોન્ટેડ છે. આ ઉપરાંત અન્ય એક યુવતી જેનો ઉપયોગ કરાયો હતો તે મળી કુલ 6 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments