Homeગામનાં ચોરેઓરિસ્સાના બાલાસોરમાં કોરામંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી, 50 મુસાફરોના મોત

ઓરિસ્સાના બાલાસોરમાં કોરામંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી, 50 મુસાફરોના મોત

Team Chabuk-National Desk: ઓરિસ્સાના બાલાસોરમાં બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 200થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઓરિસ્સાના મુખ્ય સચિવે જણાવ્યું કે 132 ઘાયલ મુસાફરોને સોરો અને ગોપાલપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સઘન સારવાર માટે રીફર કરવામાં આવશે.

બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમો પણ સ્થળ પર હાજર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોમંડલ એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે આ દુર્ઘટના બહાનાગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7.20 વાગ્યે થઈ હતી.

વિશેષ રાહત કમિશનરના કાર્યાલયે જણાવ્યું હતું કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

shed

રેલવેએ ઈમરજન્સી નંબર જાહેર કર્યો

ભારતીય રેલ્વેએ ફસાયેલા મુસાફરોના સંબંધીઓને વધુ મદદ માટે એક નંબર જાહેર કર્યો છે. જો કોઈપણ પ્રવાસીને તેના પરિવારના સભ્ય વિશે માહિતી જોઈતી હોય, તો +91 6782 262 286, 8972073925, 9332392339, 8249591559, 7978418322 અને 9903370746 પર સંપર્ક કરી શકે છે.

જણાવી દઈએ કે 12841 શાલીમાર – મદ્રાસ કોરોમંડલ એક્સપ્રેસ શાલીમારથી બપોરે 3.20 વાગ્યે ઉપડે છે અને કુલ 1656 કિલોમીટરનું અંતર કાપે છે. બીજા દિવસે સાંજે 4.50 વાગ્યે રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશન (ચેન્નઈ) પહોંચે છે. બાલાસોર પાસે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ ટ્રેન સાંજે 6.32 વાગ્યે બાલાસોર પહોંચે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments