Homeગામનાં ચોરેઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 280 લોકોના મોત, જુઓ અકસ્માતની...

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 280 લોકોના મોત, જુઓ અકસ્માતની ભયાનકતા

Team Chabuk-National Desk: ગઈકાલે ઓડિશાના બાલાસોરમાં (balasore) થયેલી ટ્રેન દુર્ઘટનામાં (train Accident) મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ટ્રેન અકસ્માતમાં 280 લોકોના મોત થઈ ચુક્યા છે. તો 900થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત હોવાના સમાચાર છે. ગઈકાલે શુક્રવારે સાંજે બાલાસોર નજીક બહાનગામાં કોલકાતા-ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલગાડી ટ્રેન અથડાઈ ગઈ. રાહત અને બચાવ કામગીરી દરમિયાન હજુય મૃતદેહો અને ઘાયલો મળી રહ્યા છે. આજે સવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ સ્થળ મુલાકાત લીધી છે.

રેલવે પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, શાલિમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ બાલાસોર નજીક સાંજે લગભગ 7 વાગ્યે પાટા પરથી ઊતરી ગઈ હતી. એના કેટલાક કોચ અન્ય ટ્રેક પર પલટી ગયા હતા. થોડા સમય બાદ યશવંતપુરથી હાવડા જતી ટ્રેન પાટા પરથી ઊતરેલા કોચ સાથે અથડાઈ હતી. આ ટ્રેનના 3-4 ડબ્બા પણ પાટા પરથી ઊતરી ગયા. આ ટ્રેન અન્ય ટ્રેક પર ઊભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે શનિવારે સવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. રેલવે મંત્રાલયે સવારે જ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એઈમ્સ ભુવનેશ્વરમાં ઈજાગ્રસ્તો માટે પથારી, ICU વગેરેની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપી છે. ઓડિશા સરકારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કરી દીધો છે.

shed

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ટ્રેન નંબર 12864 બેંગલુરુ – હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 જૂનના રોજ સવારે 7:30 વાગ્યે બેંગલુરુના યશવંતપુર સ્ટેશનથી રવાના થઈ હતી. 2 જૂને રાત્રે લગભગ 8 વાગે હાવડા પહોંચવાની હતી. એ એના નિર્ધારિત સમય કરતાં 3.30 કલાકના વિલંબ સાથે 06:30 વાગ્યે ભદ્રક પહોંચી હતી. આગલું સ્ટેશન બાલાસોર હતું, જ્યાં ટ્રેન 4 કલાકના વિલંબ સાથે 7:52 વાગ્યે પહોંચવાની હતી. જ્યારે ટ્રેન નંબર 12841 શાલિમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ 2 જૂને જ બપોરે 3:20 વાગ્યે હાવડાથી રવાના થઈ હતી. એ 3 જૂને સાંજે 4:50 વાગ્યે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચવાની હતી. એ સાંજે 6.37 વાગ્યે બાલાસોર પહોંચી. આગલું સ્ટેશન ભદ્રક હતું, જ્યાં ટ્રેન 7:40 વાગ્યે પહોંચવાની હતી, પરંતુ, લગભગ 7 વાગ્યે બંને ટ્રેન બહાનગા બજાર સ્ટેશન પાસે સામસામે પસાર થઈ હતી ત્યારે જ અકસ્માત થયો હતો.

whatsapp

હેલ્પલાઈન નંબર

ઇમર્જન્સી કંટ્રોલ રૂમ: 6782262286
હાવડા: 033-26382217
ખડગપુર: 8972073925, 9332392339
બાલાસોર: 8249591559, 7978418322
કોલકાતા શાલિમાર: 9903370746

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments