Homeગુર્જર નગરીઅમરેલી: વીજળી કાળ બનીને ત્રાટકતા ધારીમાં મજૂરનું મોત

અમરેલી: વીજળી કાળ બનીને ત્રાટકતા ધારીમાં મજૂરનું મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઇને છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે અમુક શહેરોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. જેને લઇને ખેતરોમાં પાક નુકસાની પણ ભીતિ સેવાઇ રહી છે. આવી સ્થિતિ વચ્ચે આજે અમરેલીના ધારી પંથકમાં આકાશી વીજળીનો કહેર જોવા મળ્યો હતો, જેમાં એક ખેત મજૂરનું મોત થયું છે.

ધારી ખેતરમાં કામ કરતા ખેડૂત ઉપર વીજળી પડતા એકનું મોત થયું છે. ખેતરમાં ત્રણ વ્યક્તિ ખેતીકામ કરતા સમયે વિજળી પડવાની ઘટના ઘટના બની હતી. પાલો ઢાકતા ઉપરથી વીજળી પડીને એકનું મોત થયું હતું જ્યારે બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

અમરેલીમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમા સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં અડધો કલાકથી વધુ સમય સુધી વરસાદ શરૂ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત ગાજવીજ સાથે સાવરકુંડલાના વિસ્તારોમાં વરસાદ પડતાં પાક નુકસાનીના ડરને લઇને ખેડૂતોમાં ચિંતા જન્મી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments