Team Chabuk-Cinema Desk: 80s અને 90sમાં પોતાના અવાજના જાદુ અને આધુનિક સંગીતના બળે ભારતીય સંગીતપ્રેમીઓના હ્રદયમાં નોખી જગ્યા બનાવનારા બપ્પી લાહિરીનું સિત્તેર વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. તેમણે છેલ્લે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાઘી-3માં ભંકસ નામનું ગીત ગાયું હતું.
મંગળવારના રોજ બપ્પીદાની તબિયત લથડી હતી જેથી તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અહીં છેલ્લા કેટલાક સમયથી નાદુરુસ્ત તબિયતના કારણે પરેશાન બપ્પીદાને ડોક્ટરો દ્વારા બચાવવાના અથાગ પ્રયાસ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે તેમને કોરોનાના લક્ષણ દેખાતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ હતા. મનોરંજન જગતમાં લતા મંગેશકરના નિધને ફેન્સને સ્તબ્ધ કરી દીધા હતા ત્યાં બપ્પી લાહિરીની વિદાયથી આ દુ:ખ બમણું થઈ ગયું છે.
બાપ્પીદાનો હિન્દી સિનેમામાં સંગીતકાર અને ગાયક તરીકેનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ સારો રહ્યો છે. હિન્દી સિનેમામાં તેઓ રોક એન્ડ રોલનો જમાનો લાવ્યા હતા. એવા ગીતો જેની ધૂન પર નાચી શકાય. પાર્ટી કરી શકાય. તમ્મા તમ્મા લોગે, આઈ એમ ડિસ્કો ડાન્સર, યાદ આ રહા હૈ તેરા પ્યાર, તુને મારી એન્ટ્રી ઔર, યાર બીના ચૈન કહાં રે સહિતના ગીતો આજે પણ જીવંત છે. જેમાંથી તમ્મા તમ્માનું રિમેક પણ બન્યું હતું.
બાપ્પીદા આ સિવાય પોતાની સ્ટાઈલ માટે પણ જાણીતા હતા. શરીર સ્થૂળ હતું, લાંબા વાળ અને ગળા હાથમાં સોનાના આભૂષણો, આંખો પર હંમેશાં રહેતા કાળા રંગના ચશ્મા, એ તેમની અંત સુધી ઓળખ રહી હતી. તેમના આ લૂક પર મિમિક્રી અને કોમેડી પણ ખૂબ થઈ છે. ઘણી વખત તેમની સમક્ષ જ. જ્યાં સુધી વ્યવહારીક જીવનમાં રહ્યા ત્યાં સુધી તેમના ચહેરા પર સ્મિત અકબંધ રહ્યું. છેલ્લા કેટલાય સમયથી તેઓ નાદુરુસ્ત તબિયતના કારણે જાહેરમાં આવવાનું ટાળતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત