Homeગુર્જર નગરીમિત્રની પત્નીએ સરપ્રાઈઝ આપવા બોલાવ્યો, આંખે દુપટ્ટો બાંધ્યો ત્યાં પેટમાં તલવાર ઘુસી...

મિત્રની પત્નીએ સરપ્રાઈઝ આપવા બોલાવ્યો, આંખે દુપટ્ટો બાંધ્યો ત્યાં પેટમાં તલવાર ઘુસી ગઈ હતી !, તલવારથી ધડ-માંથુ પણ કરી દીધું અલગ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદનો એક અત્યંત ક્રૂર કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક યુવકની હત્યા કરી દેવાઈ અને તેના શરીરના ટૂકડે ટૂકડાં કરી દેવાયા. ત્યારબાદ મૃતદેહના ટૂકડાંને અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવાયા. દિલ્લીની શ્રદ્ધા હત્યાંકાંડ જેવો જ કાંડ અમદાવાદમાં પણ થતાં પોલીસ પણ ચોંકી ગઈ છે.

અમદાવાદના બાપુનગરમાં રહેતા મોહમંદ મેરાજ નામના યુવકને ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદ સાથે મિત્રતા હતી. જો કે, દાવો છે કે, મિત્રતાની આડમાં મોહમંદ મેરાજ સુલતાનની પત્ની રિઝવાનાને હેરાન કરતો અને સબંધ રાખવા દબાણ કરતો. આ અંગે સુલતાનને જાણ થઈ હતી જેથી સુલતાને પત્ની સાથે મળીને મોહમંદ મેરજાની હત્યાનું કાવતરું ઘડયું હતું. જે બાદ પ્લાનિંગ પર કામ શરૂ થયું અને 22 જાન્યુઆરીએ બંનેએ મળીને મોહમંદ મેરજાનું ઠંડે કલેજે ઢીમ ઢાળી દીધું. 22 જાન્યુઆરીએ સુલતાનની પત્ની રીઝવાનાએ મેરજાને ઘરે સરપ્રાઈઝ આપવા બોલાવ્યો હતો. સુલતાનને એમ કે રીઝવાના તેને સરપ્રાઈઝ આપશે. તે તૈયાર થઈને રીઝવાના ઘરે પહોંચ્યો જ્યાં પહેલાંથી જ સુલતાન હાજર હતો. સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે રીઝવાનાએ મોહમંદ મેરાજની આખે દુપટ્ટો બાંધ્યો એટલામાં જ સુલતાને મેરાજના પેટમાં તલવાર ઘૂસાડી દીધી. ત્યારબાદ મેરાજનું માથું પણ ધડથી અલગ કરી નાખ્યું. આમ સરપ્રાઈઝ લેવા પહોંચેલા મેરાજને મોત મળ્યું.

બંને આરોપીએ મૃતદેહના નિકાલનું પણ અગાઉથી આયોજન કરી રાખ્યું હતું. આરોપીએ મેરાજનું માથું તેના ઘરથી 200 મીટર દૂર કચરાના ઢગલામાં ફેંકી દીધું. આરોપીને ખબર હતી કે અહીં રોજ કચરો સળગાવી દેવામાં આવે છે. આ ઉપરાંત મૃતદેહના અન્ય ટૂકડાં કરીને થેલીઓમાં ભરી ઓઢવ કેનાલમાં ફેંકી દીધા હતા. બીજી તરફ મેરજા ઘરે ન પહોંચતા તેના પરિવારે ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. લાંબા સમય બાદ પણ મેરજા ન મળતા આખરે તપાસ ક્રાઈમબ્રાંચને સોંપાઈ હતી.

ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે જેથી બંનેની અટકાયત કરીને પૂછપરછ કરતા હત્યા અંગે કબૂલાત કરી હતી. સુલતાને પોલીસને જણાવ્યું હતું કે મેરજા તેની પત્નીને સબંધ રાખવા દબાણ કરતો હતો અને તેને બંને પર શંકા પણ હતી જેથી પત્ની સાથે મળીને હત્યા કરી દીધી છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments