Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં મહિલાઓ સલામત હોવાના દાવાની વચ્ચે મહેસાણામાં સગીરા સાથે દુષ્કર્મ થતાં સરકાર અને પોલીસના દાવાની પોલ ખુલ્લી પડી ગઈ છે. મહેસાણાના ખેરાલુ નજીક સગારી સાથે બે પિતરાઈ ભાઈઓએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે.
મહેસાણાના ખેરાલુ નજીક સગીરા સાથે પિતરાઈ ભાઈઓએ ખેતરમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. બન્ને આરોપી ભાઈઓ સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરાની ફરિયાદ પ્રમાણે ઘટનાની વાત કરીએ તો, સૌપ્રથમ ઠાકોર મેહુલજી નામના શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મેહુલજીના ભાઈ ઠાકોર કમલેશજીએ પણ દુષ્કર્મ આચર્યું હતું. બન્ને પિતરાઈ ભાઈઓએ સગીરાને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલ સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. મહિલાઓ માટે ગુજરાત સલામત છે એવા દાવાઓ વચ્ચે ગોઝારી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. દુષ્કર્મીઓને માટે સરકારે કડક કાયદો બનાવી ફાંસીના માંચડે લટકાવી દેવા સુધીની સજાની જોગવાઈ કરી હોવા છતાં કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
