Homeગુર્જર નગરીગીર સોમનાથ: ઘાંટવડમાં પરિવારની સામે જ દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા, ગ્રામજનોમાં ભયની...

ગીર સોમનાથ: ઘાંટવડમાં પરિવારની સામે જ દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા, ગ્રામજનોમાં ભયની સાથે ભારે રોષ

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના કોડીનારના ઘાંટવડ ગામમા પરિવારની સામે જ દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા હતા. 65 વર્ષીય સોનાબેન શનિવારે સાંજે પોતાની વાડીના મકાનના ફળિયામાં બેઠા હતા. આ સમયે અચાનક દીપડો ધસી આવ્યો અને સોનાબેન પર હુમલો કર્યો હતો. જેમાં સોનાબેનનું મોત થયું હતું.

આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયની સાથે ભારે રોષ પણ છે. છેલ્લા 4 મહિનામાં અહીં દીપડાએ 4 મહિલાઓને મોતને ઘાટ ઉતારી છે. ગામના યુવાનોએ ધરણાં કરી માગ કરી હતી કે તેમને પિસ્તોલનું લાયસન્સ આપવામાં આવે. આ સાથે જ જંગલની બોર્ડર પણ સીલ કરવામાં આવે.

leopard attack

ઘાંટવડ ગામની આસપાસ ખૂંખાર દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. વનવિભાગે એક વર્ષમાં 66 દીપડા પાંજરે પૂર્યા છે. તેમ છતાં આદમખોર દીપડાઓ વનવિભાગ માટે મોટો પડકાર બન્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments