Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના ધાનેરામાં સફેદ રંગની સ્કોર્પિયો કારનને અકસ્માત નડ્યો જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ઉપરાંત 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ધાનેરામાં પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કાર દુકાનોના શેડ તોડીને પલટી ગઈ હતી. બીજી બાજુ, કોઈ પીછો કરતું હોવાથી ડ્રાઈવર કારને ફૂલ સ્પીડમાં ચલાવતો હોવાની ચર્ચા થઈ રહી છે. દુર્ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ધાનેરા થરાદ હાઇવે પર સવારે 4 વાગ્યે સ્કોર્પિયોએ પલટી મારી હતી. કારમાં કુલ છ લોકો સવાર હતા જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મૃતકો પમરું ગામના હોવાનું સામે આવ્યું છે.
ફૂલ સ્પીડે દોડી રહેલી કારે 3 દુકાનોના સેડ અને એક દુકાનનું શટર તોડી નાખ્યું હતું બાદમાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેને લઈ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા