Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ગર્ભવતી મહિલાને હોસ્પિટલે પહોંચાડવા ગામ આખુ એક થયું, બે જીવ...

ગીર સોમનાથઃ ગર્ભવતી મહિલાને હોસ્પિટલે પહોંચાડવા ગામ આખુ એક થયું, બે જીવ બચાવવા લગાવી દીધી તમામ તાકાત

Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. અનરાધાર વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ઉના ખત્રી વાડા ગામે એક ગર્ભવતી મહિલાને ગામ લોકો અને હેલ્થ કર્મીઓના પ્રયાસોથી મહામહેનતે સારવાર માટે ખસેડવામાં આવી છે. તેજલ બેન પ્રતાપભાઈ રાઠોડ નામના મહિલા ગર્ભવતી હતા. તેમને અચાનક લેબર પેઈન શરુ થયું હતું. જો કે આ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડવાને કારણે ગામના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. જેને કારણે 108 ગામમાં પ્રવેશી શકે તેમ નહોતી. ખત્રીવાડા ગામને ચારે બાજુથી નદીના પુરે ઘેરી લીધું હતું.

ખત્રીવાડા ગામને ચારે બાજુ રુપેણ નદીનું પાણી હોવાના કારણે તથા નદી ઉપર કોઈ પણ જાતનો પુલ ન હોવાને કારણે તેજલબેન રાઠોડને હોસ્પિટલે ખસેડવામાં મુશ્કેલી પડી રહી હતી. જો કે, આવા ઈમરજન્સીના સમયે ગામના યુવાનો તથા સરપંચ તથા સનખડા ગામના યુવાનો, ઉનાના પીઆઈ તથા પોલીસ સ્ટાફ મળીને ખાટલાની મદદથી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. 108 કર્મચારી, ઉના પીઆઇ અને પોલીસ ટીમ તેમજ ગામ આખાના યુવાનો દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.

રૂપેણ નદીના ધસમસતા પ્રવાહમાં આખા ગામના યુવાનો અને પોલીસ ખડે પગે ઉભા રહી ગયા હતા અને આખરે આ મહિલાને દોરડાં બાંધી ખાટલાની મદદથી બહાર લાવવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસે ટ્રેકટરની મદદથી પાણીથી દુર લઈ જવાયા અને 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments