Homeગુર્જર નગરીફેસબુક પર યુવક કાયમી ભાજપના વખાણ કરતો હતો, એક વ્યક્તિએ અપમાનજનક કોમેન્ટ...

ફેસબુક પર યુવક કાયમી ભાજપના વખાણ કરતો હતો, એક વ્યક્તિએ અપમાનજનક કોમેન્ટ કરતા કેસ કરી દીધો

Team Chabuk-National Desk: ફેસબુક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી ટીપ્પણી કરવી યુવકને ભારે પડી ગઈ છે. ટીપ્પણીકર્તાની વિરુદ્ધ 30 જુલાઈના રોજ કેસ ફાઈલ કરી દેવામાં આવ્યો છે. તેની એક કોપી શનિવારના રોજ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવી છે.

જૌનપુર જિલ્લાના ખુટહન પોલીસ વિસ્તારના શેરાપટ્ટીના રહેવાસી અખિલેશ બિંદ ફેસબુક પર ભાજપના સમર્થનમાં પોસ્ટ કરતો રહે છે. તેણે ખુટહનના પોલીસ સ્ટેશમાં આપેલી ફરિયાદમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ 28 જુલાઈના રોજ આનંદ કુમાર યાદવે તેની પોસ્ટ પર અત્યંત અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી કોમેન્ટ કરી હતી.

પ્રધાનમંત્રી અને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ ઈન્ટરનેટ મીડિયા પર અપશબ્દોનો પ્રયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેનો સ્ક્રિનશોટ પણ તેણે લઈને રાખ્યો છે. પોતાના નિવેદનની સાથે તેણે સ્ક્રિનશોટ પણ આપ્યો છે. સાથે જ આરોપીની વિરૂદ્ધ કેસ ફાઈલ કરવાની માગણી પણ કરી છે.

પોલીસે તપાસ કર્યા બાદ તેની વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો હતો. પોલીસે શનિવારના રોજ ટીપ્પણી કરનારને કોર્ટમાં પણ રજૂ કર્યો હતો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અંકિત કુમારે જણાવ્યું હતું કે તપાસ કર્યા બાદ કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments