Team Chabuk-Gujarat Desk: “દેને કો ટુકડા ભલા,લેને કો હરિ નામ” સૂત્રને જીવન મંત્ર બનાવનારા વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની આજે ૧૪૧ પુણ્યતિથિ છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર આવેલું છે.
દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. જલારામ બાપાએ શરૂ કરેલું ભુખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર ૨૦૦ વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે. સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા-કરતા વિક્રમ સવંત ૧૯૩૭ મહા વદને દશમીને બુધવારના દિવસે સ્વર્ગલોક સીધાવ્યા હતા. ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે.
જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર વીરપુર ગામના નાના-મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશને સંપૂર્ણ બંધ પાળી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ ઉપરાંત વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર ચાલુ જ રખાયું છે. આ ઉપરાંત ભક્તો દર્શન કરી શકે તે માટે રાબેતા મુજબ જલારામ બાપાની જગ્યા પણ ખુલી રાખવામાં આવી. તો જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી. સાથેજભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવ્યો..
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
