Homeગુર્જર નગરીગુજરાતની સૌથી નાની ઉંમરની ડ્રગ પેડલર અમી સામે મોટી કાર્યવાહી

ગુજરાતની સૌથી નાની ઉંમરની ડ્રગ પેડલર અમી સામે મોટી કાર્યવાહી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતની સૌથી નાની ઉંમરની ડ્રગ્સ પેડલર અમી ચોલેરા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટની 23 વર્ષીય અમી ચોલેરાની પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. NDPS એક્ટ હેઠળ પોલીસ કમિશનરે પાસા અટકાયત માટે દરખાસ્ત કરી હતી. અમી ચોલેરાની પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવી છે. અમી ચોલેરાની સામે રાજકોટમાં બે ગુના નોંધાયા હતા. રાજકોટ પોલીસે અગાઉ ડ્રગ્સના દુષણમાંથી આ યુવતી બહાર આવે તે માટે કાઉન્સેલિંગ કર્યું હતું.

મહત્વનું છે કે, થોડા મહિના પહેલા રાજકોટ પોલીસે નશાનો કાળો કારોબાર કરનાર ડ્રગ્સ પેડલર અમી ચોલેરાની ધરપકડ કરી હતી. રાજકોટ શહેર SOG પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે નામચીન ડ્રગ્સ-પેડલર યુવતી અમી ચોલેરા (ઉં.વ.23)ની ધરપકડ કરી હતી.. પોલીસે અમી પાસેથી 12.36 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ-તપાસમાં અમી ફ્રૂટ્સના વેપારી જલાલ કાદરી પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવતી હતી, આથી પોલીસે જલાલ કાદરીની પણ ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં અમી ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટથી ધનવાન યુવાનોનો સંપર્ક કરી તેને નશાના રવાડે ચડાવતી હતી. અમી એક ગ્રામ ડ્રગ્સની પડીકી અઢી હજારમાં વેચતી હતી.

રાજકોટ પોલીસે દોઢ વર્ષ પહેલા દત્તક લીધેલી ડ્રગ એડિકટ અમી ઉ.વ.૨૩ રહે. રાજહસં એપાર્ટમેન્ટ બ્લોક નં.એ–૭ કરણપરા શેરી નં.૧૧૧૨ને એસ.ઓ.જી.એ વધુ વખત એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી હતી. લેડી પેડલર અમીને વેચવા ડ્રગ આપનાર બજરંગવાડીમાં રહેતા જલાલબાપુ નામના શખ્સને પણ દબોચી લીધો હતો.

ami cholera

એકિટવાની ડેકીમાંથી તેમજ અમીના પેન્ટના ખિસ્સામાંથી એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગની બે પડીકી મળી આવી હતી. ૧૨.૩૬ ગ્રામ ડ્રગ કે જેની કિંમત ઈન્ટરનેશનલ માર્કેટ મુજબ ૧,૨૩,૬૦૦ રૂપિયા થાય છે ઉપરાંત અમી પાસે રહેલો ૨૫૦૦૦ની કિંમતનો આઈફોન વજન કાંટો મળી ૧,૭૮,૭૦૦નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. એફ.એસ.એલ. ચકાસણીમાં પકડાયેલો પાવડર એમ.ડી.ડ્રગ્સ હોવાનો રિપોર્ટ અપાતા અમીની નાર્કેાટિકસ એકટ હેઠળ ધરપકડ કરાઈ હતી. પેડલર અમીએ ડ્રગનો જથ્થો બજરંગવાડીમાં રહેતો અને વધુ પડતું રામનાથપરા વિસ્તારમાં નેટવર્ક ધરાવતા જલાલબાપુ નામના શખ્સ પાસેથી લીધાની કેફિયત આપતા તાત્કાલિક સપ્લાયર જલાલબાપુને પણ પોલીસે ઉઠાવી લીધો હતો. કોટેચા ચોક, રિંગરોડ વિસ્તાર કે શૈક્ષણિક સંકુલો નજીક ડ્રગ સેવન કરનારા ખાસ કરીને યુવા વર્ગને અમી ડ્રગ વેચતી હતી. છેલ્લા એકાદ વર્ષથી પેડલર તરીકે કામ કરતી હોવાનું પોલીસ સમક્ષ અમીએ પ્રાથમિક તબક્કે કથન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧માં અમી તેના પૂર્વ પતિ આકાશ તથા અન્ય એક શખસ ઈમરાન સાથે એક હોટલમાંથી ડ્રગ સાથે પકડાઈ હતી. જે તે સમયે પોતે હવે સુધરી જશે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થવું છે વધુ અભ્યાસ કરવો છે તેવી પોલીસ સમક્ષ ઈચ્છા વ્યકત કરી હતી અને ત્યારે રાજકોટ પોલીસ દ્રારા અમીને દત્તક લઈને રાજકોટ પોલીસની દત્તક પુત્રી હોવાનું જાહેર કરાયું હતું. અમીને સુધારવા કે પોલીસ અફસર બનાવવા રોજ તેની સાથે મહિલા કોન્સ્ટેબલથી લઈ મહિલા અધિકારી રહેતા હતા. ગ્રાઉન્ડમાં કસરતો કરાવતા હતા અને પડછાયો બનીને મહિલા પોલીસ મોરલ સપોર્ટમાં રહેતી. ઉચ્ચ અધિકારીઓ પણ અમીને ખુબ સમજ આપતા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments