Homeગુર્જર નગરીજૂનાગઢ: કહેવાતી લઠ્ઠાકાંડની ઘટના પૂર્વયોજીત હત્યા નિકળી ! પ્રેમીને પામવા પત્નીએ પતિને...

જૂનાગઢ: કહેવાતી લઠ્ઠાકાંડની ઘટના પૂર્વયોજીત હત્યા નિકળી ! પ્રેમીને પામવા પત્નીએ પતિને આ રીતે પતાવી દીધો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના બે રીક્ષાચાલકોના દારુ પીધા બાદ મૃત્યુ થયા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા શરુઆતમાં આ લઠ્ઠાકાંડ હોવાનું લાગતું હતું. આ ઘટનાથી સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો હતો. રાજ્યમાં લઠ્ઠાકાંડની વધુ એક ઘટના સર્જાતા પોલીસ વિભાગ સામે બેદરકારીના આક્ષેપો થવા લાગતા સરકાર પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસ માટે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા. દરમિયાન આ બનાવ લઠ્ઠાકાંડ નહિં પરંતુ પૂર્વયોજીત હત્યાકાંડ હોવાનું ખુલતા તમામ લોકો ચોંકી ગયા છે.

જૂનાગઢ શહેરનો ગાંધી ચોક જ્યાં 4 દિવસ પહેલાં સનસની મચી ગઈ હતી. જ્યારે 2 રિક્ષાચાલકના શંકાસ્પદ મોત થયા હતા. પોલીસે આ કેસનો ભેદ ઉકેલી લીધો છે. તપાસમાં ખુલ્યું કે આ બનાવ હત્યાનો છે. આરોપી મૃતકની જ પત્ની અને તેનો પ્રેમી છે. વાત એમ છે કે, ચાર દિવસ પહેલાં રફીક અને જૉનના બે રિક્ષાચાલકોએ સોડાની બોટલમાંથી જેવું પીણું પીધું બંને તરફડીયા મારવા લાગ્યા હતા અને તેમનું મોત થયું હતું.

પોલીસે સોડાની બોટલમાંથી પીણાના સેમ્પલ લઈ તપાસ કરતા તેમાં સાઈનાઈડ મિલાવ્યું હોવાનું ખુલ્યું છે. તપાસમાં એ પણ બહાર આવ્યું કે પ્રેમસંબંધમાં રિક્ષાચાલક રફીકની હત્યા કરાઈ હતી. હત્યામાં મૃતક રફીકની જ પત્ની મહેમુદા સામેલ હતી. તેનો પ્રેમી આસિફ અને તેનો મિત્ર ઈમરાન મહેમુદા અને આસિફ વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. આ માટે બંનેએ રફીકની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. હત્યાના 2 પ્રયાસ તો નિષ્ફળ રહ્યા હતા. ત્રીજી વખત તેઓ પોતાના પ્લાનમાં સફળ રહ્યા હતા. હાલ તો પોલીસ એ તપાસ કરી રહી છે કે, આરોપીઓ સાઈનાઈડ ક્યાંથી લાવ્યા હતા.

રીક્ષા ચાલક રફીક દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને આ કારણે પરિવારમાં કંકાસ થતી હતી. તેની પત્નિને રફીક દારૂ પી મારકૂટ કરે છે તેવી ફરીયાદ રફીકની પત્નીએ આશીફને કરી પોતાના લગ્ન જીવનમાંથી છૂટકારો મેળવવા અને નવુ જીવન આસીફ સાથે શરૃ કરવા માગતી હોવાનું આસીફને જણાવ્યુ હતું. બંને વચ્ચે મીઠા સંબંધો પાંગર્યા હતા. અંતે આ અનૈતિકતા પાછળ ડબલ મર્ડર જેવી ઘટના સર્જાઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments