Homeદે ઘુમા કેટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ ખેલાડી બોલીવૂડ એક્ટ્રેસ સાથે કરવાનો છે લગ્ન, BCCI...

ટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ ખેલાડી બોલીવૂડ એક્ટ્રેસ સાથે કરવાનો છે લગ્ન, BCCI પાસે બ્રેક માંગ્યો

Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાન સ્ટાર ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ પોતાના લગ્નની ચર્ચાને લઇને લાઇમલાઇટમાં છે. કેએલ રાહુલ પોતાની ગર્લફ્રેન્ડ બૉલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે જલદી લગ્નના બંધનમાં બંધાઇ જશે, બન્ને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે.

તાજેતરમાં જ આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ પણ બન્નેના લગ્નને લઇને ખુલાસો કરતા કહ્યું હતુ કે જલદી તારીખોની જાહેરાત કરવામાં આવશે. ઇનસાઇટ સ્પોર્ટ્સમાં છપાયેલા એક લેખ અનુસાર, કેએલ રાહુલે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પરથી કોઇ ઇજાના કારણે નહીં પરંતુ કોઇ પર્સનલ કારણોસર બ્રેક લીધો છો. એવામાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે, રાહુલે પોતાના લગ્નની તૈયારીઓના કારણે આ બ્રેક માંગ્યો હતો.

એક ન્યૂઝ વેબસાઇટે બીસીસીઆઇના સુત્રના હવાલાથી લખ્યુ- કેએલ રાહુલે કેટલાક પર્સનલ કારણોસર બ્રેક માંગ્યો છે, આ કારણ છે કે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગેરહાજર રહ્યો હતો, તેને કોઇ ઇજા નથી, તેને કેટલાક પારિવારિક કામ છે, મને નથી ખબર કે તે લગ્ન કરી રહ્યો છે કે નહીં, પરંતુ હા તેને કોઇ પારિવારિક કામના કારણે બ્રેક લીધો હતો.

ભારતીય ટીમ જાન્યુઆરીમાં શ્રીલંકા વિરુદ્ધ ઘરેલુ સીરીઝ રમશે, બીસીસીઆઇએ હજુ સુધી આ સીરીઝનું શિડ્યૂલ જાહેર નથી કર્યુ, કહેવાઇ રહ્યું છે કે કેએલ રાહુલ આ સીરીઝને પોતાના લગ્નના કારણે મિસ કરી શકે છે. આ સીરીઝ જાન્યુઆરી પહેલા કે બીજા અઠવાડિયામાં રમાશે, આની વચ્ચે કેએલ રાહુલ પણ લગ્ન કરી શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments