Homeગુર્જર નગરીઅમદાવાદમાં બે બાળકોની માને ફોન કરી પજવતો પ્રેમઘેલો, ફોનમાં કહે, ‘બસ, તમે...

અમદાવાદમાં બે બાળકોની માને ફોન કરી પજવતો પ્રેમઘેલો, ફોનમાં કહે, ‘બસ, તમે મને ગમો છો.’

Team Chabuk-Gujarat Desk: સોશિયલ મિડિયાના ફાયદા કરતા ગેરફાયદા વધારે છે. ખાસ સોશિયલ મિડિયા મહિલાઓ અને છોકરીઓમાં ઘાતક પૂરવાર થઈ રહ્યો છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ સામેથી જ પ્રેમઘેલી વાતો કરવા માંડે છે. ઘણી યુવતીઓ બદનામ થવાની બીકે કોઈ પગલું નથી ભરતી હોતી અને આ વાતનો જ કાયમી ફાયદો ઉઠાવતા કેટલાક છેલબટાઉ પોતાની હદ પાર કરતા જાય છે.

સોશિયલ મિડિયાનાં આવા કિસ્સાઓ તો પોલીસના ચોપડે નોંધાતા જ રહે છે પણ ફોનના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. હવે અમદાવાદમાં એક મહિલા છેલ્લા 25 દિવસથી હેરાન પરેશાન થઈ છે. જે યુવકને તે ઓળખતી સુદ્ધાં નથી તે તેની પજવણી કરી રહ્યો છે. તેની સાથે પ્રેમસંબંધ રાખવાની ઘેલી ઘેલી વાતો કરી રહ્યો છે.

આ સમગ્ર ઘટનાની શરૂઆત તારીખ 12 મે 2021ના રોજ થઈ હતી. મહિલાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. મહિલાએ તે ફોન ઉઠાવ્યો તો સામેથી કોઈ અપરિચિત અવાજ તેમના કાને પડ્યો. એ કહેવા લાગ્યો કે, ‘હું તમને ઓળખું છું અને તમને પ્રેમ કરું છું.’ મહિલાએ તેના વિષે વધુ જાણવાનો પ્રયાસ કર્યો તો તેણે કહ્યું, ‘તમારો ફોટો મારી પાસે છે અને તમે મને ગમો છો.’

અમદાવાદની આ મહિલા 2004થી વ્યવસાયે આર્કિટેક્ટ છે. એન્જીનિયર તરીકેનું કામ કરે છે અને તેને સંતાનમાં બે બાળકો છે. આ મહિલાને કોઈ પાગલપ્રેમી ફોન કરે છે અને કહે છે, ‘હું તમને ઓળખું છું અને તમને પ્રેમ કરું છું.’ મહિલા કારણ વિના માથે ચડી બેઠેલા આ આશિકને તેના વિષે કાંઈ પૂછે છે તો તેનો પ્રત્યુતર એવો હોય છે કે, ‘હું તમને ઓળખું છું બસ…’

આ વ્યક્તિ વારંવાર મહિલાને ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. મહિલા ફોન ન ઉઠાવે તો તેને મેસેજ કરી પજવતો હતો. મહિલાએ આ વાતની જાણ પોતાના પતિને કરી હતી. તેના પતિએ પણ તેને સમજાવવાની કોશિશ કરી હતી, પણ તે માન્યો નહોતો. તેના ફોન ચાલુ જ રહ્યાં હતાં.

જ્યારે મહિલાનો પતિ ફોન ઉઠાવતો ત્યારે આ ચક્રમ એમ કહેતો હતો કે, ‘ભાભીને ફોન આપો.’ આખરે પાણી માથા માથેથી પસાર થઈ જતાં ફરિયાદીએ પહેલા 181 હેલ્પ લાઈન ઉપર વાત કરી. 181 હેલ્પલાઈને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. એક જૂનના રોજ રાતના 8થી દસ વાગ્યા સુધી તે સતત ફોન કરતો રહ્યો હતો. આખરે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે IPCની કલમ 507 મુજબ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments