Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં ચોંકવનારી લૂંટની ઘટના બની છે. આમલી પાસે આવેલા કન્સ્ટ્રક્શનના વેપારીની ઓફિસમાં મોડી રાતે લૂંટની ઘટના બની હતી. સિક્યુરિટી સહિતના માણસોને મારીને બંધક બનાવ્યાં હતા. એટલું જ નહીં 6 આરોપીઓએ ભેગા મળીને એક વ્યક્તિને હાથ પગ બાંધી ઓરડીમાં પૂરી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. ઓફિસની તિજોરી તોડીને થયેલી આ ધાડમાં પોલીસ હવે અંધારામાં તીર મારી રહી છે અને આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ વાતની જાણ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.
લૂંટના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં આરોપીઓ લોખંડની તિજોરી તોડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી તરફ આ અંગે સિનિયર પોલીસ અધિકારીઓએ પણ જણાવ્યું છે કે, અમે ત્રણ આરોપીઓને શોધી કાઢ્યા છે અને મુદ્દામાલ પણ રિકવર થાય તેવી પૂરી શક્યતા છે.
મીડિયા અહેવાલ અનુસાર, અમદાવાદના આંબલી બોપલ રોડ પર આવેલા હાઉસ ઓફ આદિમાં 26મી ફેબ્રુઆરીના રોજ રાતના 11:30 બાદ બે કર્મચારીઓ હાજર હતા. ત્યારે અજાણ્યા 6 જેટલા વ્યક્તિઓ હાથમાં હથિયાર અને મોઢા પર બુકાની બાંધીને પહોંચ્યા હતા. તે સમયે ત્યાં હાજર શ્યામ બાબુ નામનો કર્મચારી કેમ અહીંયા આવ્યો છે એવું પૂછતા સામેવાળાએ લોખંડની બે પાઇપના ફટકા તેના માથામાં ફટકારતા શ્યામબાબુ નીચે પટકાયો હતો.આ બુકાનીધારીઓએ અન્ય એક વ્યક્તિને હાથ પગ બાંધીને એક ઓરડીમાં પુરી દીધો હતો. ત્યાર બાદ આરોપીઓ ઓફિસમાં ઘુસી ગયા હતા અન તોડફોડ શરૂ કરી હતી. તેઓ અલગ અલગ વસ્તુઓને નુકશાન પહોંચાડ્યુ હતું. તેમજ 60 હજાર રોકડ સહિત લાખો રૂપિયાની મત્તા લઈ ગયા હોવાની વિગત સામે આવી છે.
સવારે બંધક બનેલા ચોકીદાર જેમ તેમ કરીને બહાર નીકળ્યો હતો અને બાદ પોતાના માલિકને જાણ કરી હતી. આ વાતની જાણ થતા માલિક દિપકભાઈ ઠક્કરે પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત