Homeગુર્જર નગરીબેકાબૂ ટેમ્પો ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ડિવાઈડર કુદી બાઈકચાલકને મારી ટક્કર, દંપતિ...

બેકાબૂ ટેમ્પો ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ડિવાઈડર કુદી બાઈકચાલકને મારી ટક્કર, દંપતિ સહિત 4 ના મોતથી અરેરાટી

Team Chabuk-Gujarat Desk: સુરતમાં રોડ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. સુરતના કામરેજ નજીક અંત્રોલી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેકાબૂ ટેમ્પોના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ડિવાઈડર કુદીને બાઈકચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. આ સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતના કામરેજ નજીત અંત્રોલી ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંત્રોલી ગામ પાસે પુરપાટ આવતો ટેમ્પો ડિવાઇડર કુદી ગયો હતો અને સામેથી આવતા બાઇક ચાલકોને અડફેટે લીઘા હતા. આ દર્દનાક અકસ્માતમાં બે અલગ-અલગ બાઇક સવારોમાં કુલ ચાર વ્યક્તિના મોત થયા છે. માહિતી મુજબ આ ઘટનામાં એક પતિ-પત્નિનું પણ મોત થયું છે.

અંત્રોલી ગામ પાસે પુરપાટ આવતો ટેમ્પો ડિવાઇડર કુંદી બાઇકચાલકોને અડફેટે લેવાની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આ સાથે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ઘટનાને લઈ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈ કામરેજ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments