Homeવિશેષમાર્ચમાં આ 2 રાશિઓ પર રહેશે લક્ષ્મીજીની કૃપા, જાણો તમને શું થઈ...

માર્ચમાં આ 2 રાશિઓ પર રહેશે લક્ષ્મીજીની કૃપા, જાણો તમને શું થઈ શકે છે ફાયદો

Team Chabuk-Vishesh Desk: માર્ચ મહિનામાં હોળી અને ધુળેટીનો પવિત્ર તહેવાર આવી રહ્યા છે. માર્ચ મહિનામાં ચૈત્ર નવરાત્રી પણ આવી રહી છે. ત્યારે જ્યોતિષના મત પ્રમાણે આ મહિનો કન્યા રાશિના લોકો માટે ઉતાર – ચઢાવ ભરેલો છે. તેમજ આ મહિને મિથુન અને ઘન રાશિના લોકો માટે સારો ગણી શકાય કેમકે આ બે રાશિના લોકોને રૂપિયાની આવક એટલે કે રૂપિયા મળશે.

આ વર્ષ 2023નો ત્રીજો મહિનો એટલે માર્ચ મહિનો અને હવે એક દિવસ બાદ તે શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં હોળી, ચૈત્રી નવરાત્રિ જેવા પવિત્ર તહેવારો આવી રહ્યા છે. જેને લઈને આજે અમે તમને જણાવી શુ કે તમારા માટે માર્ચ મહિનો કેવો રહેશે.

મેષ રાશિ
આ રાશિ માટે માર્ચ મહિનામાં કરવામાં આવેલી મહેનતના પરિણામ સરળતાથી નહીં મળે. આ રાશિના લોકોના અંગત જીવનમાં વધુ પૈસા મળવામાં અવરોધ તેમજ સંતાનની વૃદ્ધિમાં અવરોધો આવી શકે છે. તેમજ જે લોકો વેપાર કરે છે તેમના માટે લાભ કર્તા તો નહીં જ રહે. તેમજ વધુ વળતરની અપેક્ષા પણ રાખવી ન જોઈએ.

વૃષભ રાશિ
આ રાશિ માટે આવનાર માર્ચ મહિનો મિશ્ર ગણી શકાય, સારો પણ નહીં અને ખરાબ પણ નહીં એટલે કે મધ્યમ ગણી શકાય. મુખ્ય ગ્રહ શનિ દસમાં ભાવમાં મહિનાના શરૂઆતમાં રહેશે. જે સારા પરીણામ માટે સકારાત્મક પરીણામ છે. આ રાશિમાં જેમને પણ જન્મ લીધો હશે તે તેમની કારકિર્દીમાં સારૂ પ્રદર્શન કરવાની સ્થિતિ માં હશે. તેમજ આ રાશિના લોકોને મહિનાના અંતમાં સારો લાભ મળી શકે છે.

મિથુન રાશિ
આ રાશિના લોકોએ મહેનત કરવી જોઈએ. જો મહેનત કરશે તો આ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે. તેમજ જો લોકો વેપાર કરી રહ્યા હોય તો તમને મહિનાના મધ્યમાં સારો નફો મળી શકે છે. પરંતુ વ્યવસાયિક જીવનમાં ખૂબ જ મહેનત કરવી પડશે.

કર્ક રાશિ
આ રાશિના લોકો માટે થોડો મુશ્કેલ છે તેમજ જે લોકો કરિયરની દ્રશ્ટિએ જોઈ રહ્યા હોય તેમના કપરા ચઢાણ છે. આ ઉપરાંત કામના વધારા કે દબાણના કારણે ઘણી બધી અડચણોનો સામનો પણ કરી શકવો પડે છે. તેમજ નાણાકીય બાબતોની વાત કરીએ તો થોડી સાવચેતી રાખવી જરૂરી છે. અને જો તમે લોકો રોકાણ કરવા માંગો છો તો મહિનાની શરૂઆતમાં તો નહીં જ પરંતુ મધ્ય સુધી રાહ જોવી જોઈએ. તેમજ સ્વાસ્થ્યના મામલામાં જરા પણ બેદરકારી રાખવી જોઈએ નહીં.

સિંહ રાશિ
બહુ આનુકૂળ નહીં રહે આ રાશિના લોકો માટે. આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી પડશે. તેમજ જો તમારે નોકરીમાં સફળતા મેળવવી હોય તો શરૂઆતમાં સારી એવી મહેનત કરવી પડી શકે છે. તેમજ ઉતાવળા કોઈ પણ કાર્યો તમારી સમસ્યા વધારી શકે છે. કેટલાક પડકારોનો પણ તમારે તમારી કરિયરમાં સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ
આ રાશિ માટે માર્ચ મહિનો સારો રહેશે. નોકરીમાં સકારાત્મક પરીણામ તમને મળી શકે છે. તેમજ નોંધ પાત્ર નફો પણ મેળવી શકો છો. તેમજ આ રાશિના લોકો મહેનત કરીને પ્રતિષ્ઠા પણ મેળવી શકે છે.

તુલા રાશિ
આ રાશિના લોકો માટે માર્ચ મહિનામાં સ્વાસ્થ્ય, આર્થિક અને પારિવારિક સંબંધોમાં સરેરાશ પરિણામ મળી શકે છે. તેમજ જો ખર્ચાઓની વાત કરીએ તો અચાનક વધી પણ શકે છે. તેમજ જો તમે વેપારમાં ભાગીદારી કરવા માગતા હોય તો વેપારની દ્રષ્ટિએ સારો રહેશે નહીં. સ્વાસ્થ્યને લઈને પણ સાનુકૂળ સમય દેખાતો નથી.

વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકો માટે અનિચ્છનિય ખર્ચા આવી શકે છે. તેમજ મહેનતની કમાણી પણ વેડફાઈ જાય એટલે કે ખર્ચાઈ જઈ શકે છે. પરંતુ જો તમે વેપારી વર્ગ હોય તો વ્યવસાયમાં પણ નફો મેળવી શકો છો. આ ઉપરાંત વૈવાહિક જીવનમાં પ્રેમની ઉણપ પણ અનુભવી શકશો. તેમજ સબંધો જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.

ધન રાશિ
ધન રાશીના જાતકોની આર્થિક સ્થિતિ આ મહિને મજબૂત રહી શકે છે અને ધનમાં પણ વધારો નોંધાઈ શકે છે. વધુમાં ધન, યાત્રા, કરિયર મામલે માર્ચ મહિનો અનુકૂળ રહી શકે છે. તો

મકર રાશિ
મકર રાશિ ને જાતકો માટે આ મહિનો ઉત્તર જણાવવાનું જોવા મળશે ખર્ચા વધી જશે તો બચતની સંભાવના ઓછી હોય તેવું નજરે પડી રહ્યો છે. જોકે સ્વાસ્થ બાબતે કોઈ મોટી સમસ્યા ન થાય તેવી શકયતા રહેલી છે.

કુંભ રાશિ

કુંભ રાશીના લોકોને કરિયર બાબતે વધુ ધ્યાન દેવું પડે તેમ છે. પરિવાર અને સ્વાર્થ તમામને ક્યાંક ચિંતા તો ક્યાંક ખુશી હોય તેવો માહોલ જોવા મળશે. કરિયર બાબતે આ જાતકોને મોટી મુશ્કેલીના સામનો કરવો પડે તેવું પણ વર્તાઈ રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments