Homeદે ઘુમા કેઅસફળ ટીમનો સફળ ખેલાડી, IPLમાં 10 સિઝનમાં 400થી વધુ રન કરનારો કોહલી...

અસફળ ટીમનો સફળ ખેલાડી, IPLમાં 10 સિઝનમાં 400થી વધુ રન કરનારો કોહલી પ્રથમ ખેલાડી બન્યો

Team Chabuk-Sports Desk: IPLમાં છેલ્લે છેલ્લે ફાફ અને કોહલીની ટીમે લાજ રાખી છે. IPLમાં સૌથી મજબૂત ગણાતી ટીમ SRHને RCBએ 35 રને હરાવી જીત મેળવી છે. બીજી તરફ આ મેચ બાદ જ કોહલીએ વધુ એક સિદ્ધી પોતાના નામે કરી લીધી છે. IPL 2024માં વિરાટ કોહલી સારી બેટિંગ કરી રહ્યો છે. કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી હતી. IPLની 10 અલગ-અલગ સિઝનમાં 400નો આંકડો પાર કરનાર કોહલી પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે IPLની આ સિઝનમાં પણ 400થી વધુ રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ 37 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કોહલીએ રજત પાટીદાર સાથે ત્રીજી વિકેટ માટે 65 રન જોડ્યા, જ્યારે ફાફ ડુ પ્લેસિસ સાથે પ્રથમ વિકેટ માટે 48 રનની પાર્ટનરશીપ કરી હતી. વિરાટ કોહલીની આ સિઝનની આ ચોથી ફિફ્ટી છે. આ પહેલા તેણે પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ સામે 50 પ્લસ રન બનાવ્યા હતા.

kohli

વિરાટે આ સિઝનમાં સદી પણ ફટકારી છે. જોકે કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાલત સારી નથી. RCB 8માંથી 7 મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટે IPL 2024માં 9 ઇનિંગ્સમાં 400નો આંકડો પાર કર્યો છે. તે IPLની 10 અલગ-અલગ સિઝનમાં ચારસો કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

મહત્વનું છે કે, 2011માં કોહલીએ 557 રન બનાવ્યા હતા, જ્યારે 2013માં તેણે પોતાના બેટથી 634 રન બનાવ્યા હતા. વિરાટે 2015માં 505 રન બનાવ્યા અને 2016માં 973 રન બનાવ્યા હતા, જ્યારે 2018માં તેણે પોતાના બેટથી 530 રન બનાવ્યા હતા. 2019માં કોહલીએ 464 રન બનાવ્યા હતા, જ્યારે 2020માં તેણે 466 રન બનાવ્યા હતા.તો 2021માં વિરાટે 405 રન બનાવ્યા હતા, જ્યારે ગયા વર્ષે 2023માં તેણે 639 રન બનાવ્યા હતા.

વર્ષ રન
2011 557
2013 634
2015 505
2016 973
2018 530
2019 464
2020 466
2021 404
2023 639

વર્ષ 2017માં વિરાટ કોહલી આરસીબી માટે 4 મેચ રમી શક્યો ન હતો. T20 વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલીનું ફોર્મમાં આવવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. T20 વર્લ્ડકપ 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાનો છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આ મહિનાના અંતમાં થવાની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments