Homeદે ઘુમા કેT-20 World Cup માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ ધુરંધર ખેલાડીને સોંપાઈ ટીમની...

T-20 World Cup માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ ધુરંધર ખેલાડીને સોંપાઈ ટીમની કમાન

Team Chabuk-Sports Desk: હાલ વિશ્વભરની ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ ભારતમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં વ્યસ્ત છે. આઈપીએલ પૂર્ણ થયા બાદ T-20 વર્લ્ડકપ યોજાનાર છે. ત્યારે ટી-20 વર્લ્ડકપ (T-20 World Cup) માટે ન્યૂઝીલેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડ ટીમની કમાન કેન વિલિયમ્સનને સોંપવામાં આવી છે. ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર રહેનાર ડેવોન કોનવે ફીટ થઈ જતાં ન્યૂઝીલેન્ડ ટીમમાં તેનો સમાવેશ કરાયો છે. બીજી તરફ ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ નવી જર્સીમાં જોવા મળશે. અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ બ્લેક કલરની જર્સીમાં રમતી હતી.

newzealand

T-20 World Cup માટે જાહેર કરાયેલી ન્યૂઝીલેન્ડ ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરેલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટીમ સાઉથી.

આ વર્ષે ટી-20 વર્લ્ડકપ 2 જૂન થી 29 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની ધરતી પર રમાનાર છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે ડલાસમાં રમાશે. ફાઇનલ મેચ 29 જૂને વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસ શહેરમાં રમાશે. સુપર-8 અને નોકઆઉટ મેચ વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments