Homeગુર્જર નગરીકિશન ભરવાડ હત્યા કેસમાં કુલ છની ધરપકડ, દિલ્હીથી મૌલવી જબ્બે

કિશન ભરવાડ હત્યા કેસમાં કુલ છની ધરપકડ, દિલ્હીથી મૌલવી જબ્બે

Team Chabuk-Gujarat Desk: ગઈકાલે કિશન ભરવાડ હત્યા કેસની તપાસ ATSને સોંપ્યા બાદ ATSની ટીમે આજે વધુ એક મૌલવીની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી ગુજરાત એટીએસે જેની અટકાયત કરી તેનું નામ મૌલાના કમરગની ઉસ્માની છે. જે ઉશ્કેરણીજનક ભાષણ આપવા માટે પંકાયેલો છે અને કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે.

કિશન ભરવાડની હત્યાની તપાસ માટે ગૃહમંત્રીએ ગુજરાત ATSને તપાસ સોંપી હતી. ATS સોશિયલ મીડિયાથી લઈને આ ઘટનાનું કોઈ પાકિસ્તાની કનેક્શન છે કે નહીં તે દિશામાં ઝીણવટપૂર્વક તપાસ કરવાની છે, તેવું ATSના DySP બી.એચ ચાવડાએ જણાવ્યું હતું.

આ પૂર્વે જિલ્લા પોલીસ દ્વારા આરોપી મહંમદ ઐયુબ યુસુબ જાવરાવાલાની ધરપકડ કરી હતી અને ગઈકાલે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ હત્યા કરનારા મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખી પોલીસે અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી હતી. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળના ભાગે જે પિસ્તોલથી ધડાકો કર્યો હતો તે અને બાઈક મૂક્યું હતું. પોલીસે તેનો કબ્જો લીધો હતો.

ધંધૂકામાં થયેલી હત્યા રાજકોટ સુધી લંબાણી હતી. રાજકોટ SOGએ કિશન ભરવાડ હત્યા કેસમાં અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યા હતા. આ આરોપીને પણ SOGએ ATSના હવાલે કરી દીધો છે. તો ગઈકાલે મોરબી બી ડિવીઝ પોલીસે આરોપી અજીમના ભાઈ વસીમને પણ પકડી પાડ્યો હતો. આ રીતે હાલ કિશન ભરવાડ હત્યા કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments